Only Gujarat

FEATURED International

અહીંયા બળાત્કારીઓના પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવામાં આવે છે, આ દેશોમાં રેપિસ્ટને મળે છે ખૌફનાક સજા

નવી દિલ્હીઃ 22 જાન્યુઆરી, 2019ના રોજ સવારે ચાર આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવશે. નિર્ભયાના ગુનેગારોને સાત વર્ષ બાદ પોતાના અપરાધની સજા મળશે. જોકે, દુનિયાના ઘણાં દેશોમાં રેપની સજા એ હદે ભયંકર આપવામાં આવે છે કે વિચાર માત્રથી રૂંવાડા ઊભા થઈ જાય.

અમેરિકાઃ અહીંયા બળાત્કારના કેસ બે કેટેગરીમાં હોય છે. એક સ્ટેટ લો અંતર્ગત અને બીજું ફેડરેલ લોની અંદર. જો કેસ ફેડરેલ લોમાં આવે તો આરોપીને આજીવન જેલમાં રહેવાનું હોય છે.

ઈરાનઃ અહીંયા રેપિસ્ટને ફાંસીની સજા આપવામાં આવે છે. કેટલીકવાર રેપિસ્ટને દર્દનાક મોત આપવામાં આવે છે. જોકે, અહીંયા પણ દુષ્કર્મ પીડિતાને ટ્રાયલમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઈજિપ્તઃ રેપિસ્ટનો ગુનો સાબિત થતાં જ તેને સીધો ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવે છે.

અફઘાનિસ્તાનઃ રેપના આરોપો સાબિત થતાં ચાર દિવસની અંદર ગોળી મારવામાં આવે છે. જો ગોળી ના મારવામાં આવે તો ફાંસીએ ચડાવી દેવાય છે.

નોર્થ કોરિયાઃ જાહેરમાં રેપિસ્ટને ગોળી મારવામાં આવે છે.

સા.અરબઃ રેપિસ્ટને જાહેરમાં ઘુંટણીયે બેસાડવામાં આવે છે. ત્યારબાદ ધડથી શરીર અલગ કરી દેવામાં આવે છે.

ચીનઃ ચીનમાં રેપિસ્ટને કડકમાં કડક સજા આપવામાં આવે છે. આરોપ નક્કી થતાં મોતની સજા ફટકારવામાં આવે છે. આટલું જ નહીં રેપિસ્ટનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવામાં આવે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page