કોરોના સંક્રમણને લીધે દેશમાં લોકડાઉન છે. આવી સ્થિતિમાં લોકો તેમના ઘરોમાં કેદ છે. આ જ કારણ છે કે હાલનાં દિવસોમાં તમામ ટેલિકોમ કંપનીઓના નેટવર્ક પર લોડ વધ્યો છે. ડેટા વપરાશ પણ વધ્યો છે. લોકો હાલમાં ટેલિકોમ કંપનીઓ પાસે વધારે ડેટા અને સારી સ્પીડની માંગ કરી રહ્યા છે. તેને જોતા તમામ કંપનીઓએ આકર્ષક યોજનાઓ પણ જારી કરી છે. વાંચો અહીં એવાં પ્લાન વિશે જેની મદદથી તમે યોગ્ય કંપની સાથેનો બેસ્ટ ડેટા પ્લાન પસંદ કરી શકશો.
રિલાયન્સ જિયો
રિલાયન્સ જિયો પાસે હાલમાં ત્રણ બેસ્ટ પ્લાન છે, જે 28 દિવસની માન્યતા સાથે આવે છે. કંપનીની પહેલી યોજના 199 રૂપિયા છે. આ યોજનામાં, યુઝર્સને દરરોજ 1.5 જીબી ઈન્ટરનેટ ડેટા મળે છે.
આ પછી, રિલાયન્સ જિઓની 249 રૂપિયાનો પ્લાન આવે છે જેમાં ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવે છે, એટલે કે કુલ 56 જીબી. આ પછી, રૂપિયા 349નો પ્લાન હાજર છે જેમાં 3 જીબી 4જી ડેટા દરરોજ મળે છે.
એરટેલ
એરટેલના 28 દિવસના બેસ્ટ પ્લાન્સની વાત કરીએ તો, એરટેલના 219 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1 જીબી ઇન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પછી, બીજો પ્લાન 249 રૂપિયામાં આવે છે, જેમાં ગ્રાહકોને દરરોજ 1.5જીબી 4જી ઈન્ટરનેટ ડેટા આપવામાં આવે છે. અહીં જણાવીએ કે એરટેલનો એક પ્લાન 279 રૂપિયાનો પણ છે, જે 249 રૂપિયાના પ્લાન જેવો જ છે જેમાં 2 જીબી દરરોજ ડેટા ,વોઇસ અને મેસેજ સર્વિસ આપે છે, પરંતુ તેમાં 4 લાખનો વધારાનો વીમો મળે છે. આ બંને યોજનાઓમાં કુલ 42 જીબી ડેટા ઉપલબ્ધ છે. એ જ રીતે, એરટેલનો 298 અને 349 રૂપિયાના પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવે છે, જેમાં ફક્ત એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપનો ફરક છે. આ પ્લાન યુઝર્સને કુલ 56 જીબી 4જી ડેટા આપી રહ્યો છે.
વોડાફોન-આઈડિયા
વોડાફોન આઇડિયાના 28 દિવસના પ્લાન વિશે વાત કરીએ,તો કંપની એરટેલની જેમ 219 રૂપિયાનો પ્લાન આપી રહી છે, જેમાં ગ્રાહકોને દરરોજ 1 જીબી ઇન્ટરનેટ ડેટા મળે છે. કંપનીનો બીજો પ્લાન 249 રૂપિયાનો છે, જેમાં ગ્રાહકોને દરરોજ 1.5 જીબી 4જી ઇન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યો છે, એટલે કે કૂલ 42 જીબી 4જી ડેટા.
વોડાફોન આઈડિયાનો 299 રૂપિયાનો પ્લાન પણ 28 દિવસનો છે અને કંપની આ પ્લાનમાં દરરોજ 4 જીબી 4જી ડેટા આપી રહી છે. તે જ રીતે કંપનીના 398 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને દરરોજ 3 જીબી ઇન્ટરનેટ ડેટા મળી રહ્યો છે, એટલે કે એક મહિનામાં કુલ 84 જીબી 4 જી ડેટા મળશે.