વહુ-દીકરીના પગલાં તો બધા કરે રાજકોટના પરિવારે 109 વર્ષના બાની પધરામણી કરી

આજે સમાજમાં વૃદ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે. યુવાનો માતા-પિતાને તરછોડી રહ્યા છે. મોટી ઉંમરમાં વૃદ્ધો રઝળી પડ્યાના અનેક બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં એક સુખદ કિસ્સો સામે આવ્યો છે. માતા-પિતાને ઘરમાંથી કાઢી મૂકતાં દંપતીઓ માટે આ બનાવ આંખો ઉઘાડનારો છે.


વાત એમ છે કે રાજકોટમાં રહેતા બિઝનેસમેને એક લેવિસ ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. સામાન્ય રીતે કોઈ નવી વસ્તુ લેવામાં આવે તો ઘરની દીકરી કે વહુના પગલાં કરવામાં આવે છે. ત્યારે આ બિઝનેસમેને બાના પગલાં કરાવ્યા હતા.


આ ઉંચા વિચારવાળા બિઝનેસમેનનું નામ વસંતભાઈ લીંબાસીયા છે. વસંતભાઈએ હમણાં થોડા સમય પહેલા એક ફાર્મહાઉસ લીધું હતું. પરિવારે બીજા કોઈ નહીં પણ 109 વર્ષના બાના પગલાં કરાવ્યા હતા.


વસંતભાઈ લીંબાસીયાના માતા ચોથીબા 109 વર્ષના છે. વસંતભાઈ અને તેનો સમગ્ર પરિવાર 109 વર્ષના માજીને ખૂબ લાડ લડાવે છે અને જીવની જેમ સાચવે છે.


વસંતભાઈ લીંબાસીયાના માતા ચોથીબા હાલ ચાલી શકતાં નથી. એટલે પરિવાર તેમને કારમાં ફાર્મ હાઉસ પર લાવ્યો હતો. આ તકે પરિવારના ચહેરા પર ભારે ઉત્સાહ હતો.


બા હમણાંથી ચાલી શકતા નથી તો ગાડીમાં વાડીએ લાવ્યા અને પછી પરિવારની બધી વહુઓ અને દિકરીઓએ બાને ખાટલામાં બેસાડીને આખી વાડીમાં ફેરવ્યા અને વાડીનો ખૂણે ખૂણો બાને બતાવ્યો.


એટલું જ નહીં લીંબાસીયા પરિવારની બધી વહુઓ અને દિકરીઓએ બાને ખાટલામાં બેસાડીને આખી વાડીમાં ફેરવ્યા હતા. તેમણે બાને વાડીનો ખૂણે ખૂણો બતાવ્યો હતો.


બાના ચહેરા પર જીવનની પૂર્ણતા અને આનંદ સ્પષ્ટપણે દેખાય છે.આ પરિવારમાં વડીલોની હાજરી ભારરૂપ નહીં પરંતુ આશીર્વાદરૂપ માનવામાં આવે છે. જ્યાં વડીલોને આવી રીતે સાચવવામાં આવતી હોય ત્યાં પરિવાર પર પરમાત્માની પ્રસન્નતા સુખ,શાંતિ અને સમૃદ્ધિ રૂપે ઉતરતી હોય છે.