Only Gujarat

Gujarat

હાર્દિકને બાથ ભીડીને વળગી પત્ની નતાશા, કપલ બન્યું ઈમોશનલ

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે પરાજય આપી IPL 2022નું ટાઈટલ જીત્યું હતું. T-20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ ટીકાકારોના નિશાના પર બનેલા હાર્દિક પંડ્યા માટે આ ટ્રોફી ઘણી મહત્વની હતી. ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ તેને મુંબઈ ઈન્ડિયન્સે પણ ટીમમાં સામેલ કર્યો નહતો. હવે જ્યારે તેણે જોરદાર પ્રદર્શન કરીને ટીમને ચેમ્પિયન બનાવ્યું તો હાર્દિક પંડ્યાની પત્ની નતાશા તેને મેદાન પર મળતાં જ ભાવુક થઈ ગઈ. જેની તસવીરોએ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.


ટીમની જીત બાદ મેદાનમાં પહોંચેલી નતાશા હાર્દિક પંડ્યાને ભેટી પડી હતી અને નતાશા ખૂબ જ ભાવુક જોવા મળી હતી જ્યારે આંખોમાં આસું પણ આવી ગયા હતાં. લાંબા સમય સુધી હાર્દિક કંઈક બોલતા તેને સંભાળતા જોવા મળ્યો હતો. થોડા સમય બાદ તે હાર્દિકના ગળા પર હાથ રાખીને હસતાં અને પ્રેમ વ્યક્ત કરતા જોવા મળી હતી. આ સુંદર ક્ષણની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હાર્દિક એમએસ ધોની, ગૌતમ ગંભીર અને રોહિત શર્મા બાદ ચેમ્પિયન બનનાર ચોથા ભારતીય કેપ્ટન બન્યા છે.


નતાશાએ હાર્દિકને લાંબા સમય સુધી ગળે લગાવ્યો અને તે પણ ભાવુક થઈ ગયો. નતાશા સમગ્ર IPL દરમિયાન ગુજરાત ટાઇટન્સની ટીમને સતત સપોર્ટ કરી રહી છે અને લગભગ દરેક મેચમાં મેદાન પર પહોંચી છે. હાર્દિકે અંતિમ મેચમાં ચાર ઓવરમાં 17 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 4.20ની ઈકોનોમી પર રન આપ્યા હતા. આ તેની આઈપીએલ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે.


ગયા વર્ષે જ CVC કેપિટલ દ્વારા ગુજરાતને ખરીદવામાં આવ્યું હતું. આ પછી ટીમે હરાજીમાં ઘણા મહાન ખેલાડીઓને ખરીદ્યા, પરંતુ કોઈને આશા નહોતી કે આ ટીમ ચેમ્પિયન બનશે. કાગળ પર આ ટીમ મજબૂત દેખાતી ન હતી, પરંતુ હાર્દિકના નેતૃત્વમાં ગુજરાતની ટીમે પોતાને સાબિત કરી ખિતાબ કબજે કર્યો હતો. ગુજરાતની જીતથી ખુશ નતાશાએ હાર્દિકને ગળે લગાવ્યો.


સનરાઇઝર્સ હૈદરાબાદે 2016માં ટાઇટલ જીત્યું હતું. ત્યારથી, 2021 સુધી, ફક્ત મુંબઈ ઈન્ડિયન્સ (2017, 2019, 2020) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (2018, 2021)ની ટીમે આ ખિતાબ પર કબજો કર્યો હતો. હવે પાંચ વર્ષ બાદ નવી ટીમ ચેમ્પિયન બની છે. ગુજરાતની આ પહેલી જ ડેબ્યુ સીઝન હતી અને પહેલી સીઝનમાં જ ગુજરાત ટાઇટન્સે ધમાલ મચાવી દીધી.

You cannot copy content of this page