Only Gujarat

Bollywood

સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયાએ ઈન્ટરવ્યૂમાં શું કરી મોટી સ્પષ્ટતા? જાણો ક્લિક કરીને

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુત નિધન કેસમાં રિયા ચક્રવર્તીએ તેના પર લગાવવામાં આરોપ અંગે મૌન તોડ્યું છે. એક ચૅનલ સાથેના ઇન્ટરવ્યૂમાં રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપુત સાથે જોડાયેલા ઘણાં સવાલોના જવાબ આપ્યા છે. આ ઇન્ટરવ્યૂમાં રિયાએ યૂરોપ ટ્રીપ ઉપરાંત અન્ય આરોપ વિશે પણ વાત કરી હતી.

રિયાને જ્યારે પૂછવામાં કે શું તે સુશાંતના રૂપિયા પર જીવતી હતી? જેના જવાબમાં રિયાએ કહ્યું કે, ‘‘મને પેરિસના એક ફૅશન શૉમાં બોલાવવામાં આવી હતી, મારી બિઝનેસ ક્લાસ ટિકિટ બૂક હતી, પણ સુશાંતે દરેક ટિકિટ કેન્સ કરી અને તેના તરફથી ફર્સ્ટ ક્લાસ ટિકિટ બૂક કરી આખી ટ્રિપ પ્લાન કરી હતી.

તેણે પહેલાં હોટેલનાં રૂપિયા આપ્યા અને તેની ગર્લફ્રેન્ડ હોવાને લીધે હું આ વાતથી કમ્ફર્ટેબલ હતી. ખરેખર તો સુશાંતને એક ફિલ્મ સ્ટારની જેમ જીવવાનું પસંદ હતું. તે ‘લિવ લાઇફ કિંગ સાઇઝ’ના મંત્રમાં વિશ્વાસ રાખતો હતો.

ફ્રેન્ડ સાથે ટ્રિપ પર 70 લાખ રૂપિયા ખર્ચ્યા હતાં સુશાંતે, તે આવી રીતે જ જીવતો હતોઃ રિયા
રિયાએ સુશાંતની લાઇફસ્ટાઇલ અંગે વાત કરતાં કહ્યું કે, તે કેટલાંક વર્ષો પહેલાં તેના ફ્રેન્ડ સાથે થાઈલેન્ડની ટ્રિપ પર પણ ગયો હતો જેમાં તેમણે 70 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તે તેનું પ્રાઇવેટ જેટ લઈને ગયો હતો. તે તેના નજીકના લોકો પર રૂપિયા ખર્ચ કરવાનું પસંદ કરતો હતો. અમે કપલની જેવી રીતે રહેતાં હતા અને હું તેમના રૂપિયા પર જીવતી નહોતી.

આ દરમિયાન સુશાંત સિંહ રાજપુતના નિધન કેસમાં CBI ટીમ સતત તપાસ કરી રહી છે અને આ મામલે અત્યાર સુધી ઘણાં લોકોના નિવેદન પણ લીધા છે. એવામાં હવે રિયા ચક્રવર્તીને CBI પૂછપરછ માટે બોલાવી છે. રિયા ઉપરાંત તેમના ભાઈ શોવિક ચક્રવર્તીને પણ DRDOના ગેસ્ટ હાઉસમાં CBI પૂછપરછ માટે બોલાવી શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page