Only Gujarat

International

અમેરિકાના ન્યૂજર્સીના આંગણે 183 એંકરમાં બન્યું BAPSનું અક્ષરધામ મંદિર, ઘરે બેસીને મારો સ્વર્ગ જેવા મંદિરમાં એક લટાર

અમેરિકાના ન્યૂજર્સીમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના અક્ષરધામ મંદિરનું 8મી ઓક્ટોબર 2023ના રોજ ખુલ્લું મૂકવામાં આવશે. ન્યુજર્સીના રોબિન્સવિલે ટાઉનશીપમાં આવેલ BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું નિર્માણ 12 વર્ષમાં થયું છે. તેમાં 12,500 સ્વયંસેવકોએ સેવા આપી છે. આ મંદિર 183 એકરમાં ફેલાયેલું છે. તેમાં પ્રાચીન હિંદુ શાસ્ત્રો અને સંસ્કૃતિ અનુસાર 10,000 પ્રતિમાઓ અને મૂર્તિઓ પણ સામેલ છે. મંદિરને યુ.એસ.માં હિન્દુ સંસ્કૃતિ અને સ્થાપત્યનું સીમાચિહ્ન માનવામાં આવે છે અને મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ ઉદ્ઘાટનના દસ દિવસ પછી 18 ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલશે.

મંદિરના ઉદઘાટન પહેલા જ અહીં દર્શન માટે રોજ હજારો લોકો આવે છે. આ મંદિરને પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથોના આધારે બનાવવામાં આવ્યું છે, તેમાં 10 હજાર પ્રતિમાઓ છે, તેમજ ભારતીય સંગીત વાદ્યયંત્રો અને નૃત્ય રૂપોનું નક્શીમકામ તથા ભારતીય પ્રાચીન સંસ્કૃતિને દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. આ મંદિર કંબોડિયા સ્થિતિ અંકોરવાટ બાદ દુનિયાનું બીજું સૌથી મોટુ હિન્દુ મંદિર છે.

મંદિર પ્રાચીન હિંદુ શાસ્ત્રો અનુસાર બાંધવામાં આવ્યું છે અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિને દર્શાવે છે, જેમાં 10,000 શિલ્પો અને મૂર્તિઓ, ભારતીય સંગીતનાં સાધનો અને નૃત્ય સ્વરૂપોની કોતરણીનો સમાવેશ થાય છે. આ મંદિર કંબોડિયામાં અંગકોર વાટ પછી બીજું સૌથી મોટું મંદિર છે.

નવી દિલ્હીમાં સ્થિત અક્ષરધામ મંદિર 100 એકરમાં બનેલું છે. તેને 2005માં સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. BAPS સ્વામિનારાયણ સંસ્થાના અક્ષરવત્સલદાસ સ્વામીએ પીટીઆઈને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ હતો કે પશ્ચિમ ગોળાર્ધમાં એક એવું સ્થાન હોવું જોઈએ જે માત્ર હિંદુઓ માટે જ ન હોય પરંતુ વિશ્વના તમામ લોકો માટે હોય. આ સ્થળ સમગ્ર વિશ્વ માટે હોવું જોઈએ, જ્યાં લોકો આવીને હિંદુ પરંપરાના કેટલાક મૂલ્યો, સાર્વત્રિક મૂલ્યો શીખી શકે.”

12 મી સદીમાં કંબોડિયાના અંકોરવાટમાં બનેલુ મંદિર વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. જે 500 એકરમાં ફેલાયેલું છે. તેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરાયું છે. અક્ષરવત્સલદાસ સ્વામીએ કહ્યું, આ મંદિરનું વિધિવત ઉદ્ઘાટન 8 ઓક્ટોબરે કરવામાં આવશે અને 18 ઓક્ટોબરથી સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવશે.

You cannot copy content of this page