Only Gujarat

Gujarat

ગુજરાતી કન્યા અને મુરતિયો કેનેડા મોજ કરતો હતો ને સગાઈની વિધિ સૌરાષ્ટ્રના આંગણે

આજના ઈન્ટરનેટ યુગમાં અશક્ય બાબતો પણ શક્ય થતી જતી હોય છે. જેના કારણે અનેક કામો આજે લોકોના સહેલાઇથી થઇ જતા હોય છે. જેના કારણે લોકોના પૈસાની અને સમયની બચત પણ થાય છે. ત્યારે અહીં વાત ઊનામાં વસવાટ કરતા આહીર પરિવારની છે, જેમની દીકરી કેનેડા અભ્યાસ અર્થે હોય અને તેમની સગાઇ કેનેડા સ્થિત આહીર યુવાન સાથે નક્કી થઇ અને તારીખ પણ નક્કી થઇ અંતે આ કન્યાની સગાઇ ઓનલાઇન નક્કી કરવામાં આવી અને શાસ્ત્રો વિધિ ઊનામાં કરવામાં આવી હતી.

ઊનામાં રહેતા રામશીભાઇ તથા નયનાબેન વાળાની પુત્રી નીશીબેન વર્ષ ૨૦૨૩ના અભ્યાસ અર્થે ગયેલ જ્યારે વેરાવળ તાલુકાના ભાલકા ગામના આહીર અગ્રણી ભગાભાઇ તથા હંસાબેન સોલંકીનો પુત્ર રાકેશ વર્ષ ૨૦૨૦થી કેનેડામાં નોકરી કરે છે. જ્યારે બન્ને પરિવારને છેલ્લા ઘણા સમયથી પારિવારીક સંબધો હોય બન્ને પરિવારે તેમના પુત્ર-પુત્રીની સગાઇ નક્કી કરી.

ત્યાર બાદ કન્યા અને મુરતીયાને કેનેડાથી બોલવા તો સમય અને પૈસા પણ ખર્ચાય અને આજના ઇન્ટરનેટ યુગમાં ઓનલાઇન સગાઇ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ અંગે બ્રાહ્મણ પાસેથી તારીખ જોવડાવી અને સગાઇની નક્કી થતા નીશીબેનના મામા કિશોરભાઇ લાખોણાત્રાના ઘરે એલ સી ડી રાખવામાં આવ્યું અને કેનેડાથી નીશી તેમજ રાકેશ ઓનલાઇન જોડાયા અને પારંપારિક રીતે સમાજના અગ્રણી સગાવહાલા તેમજ સ્નેહીજનો પણ ઉપસ્થિતી રહ્યા હતા.

બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સગાઇ કરવામાં આવી હતી. સગાઇમાં ૫૦ થી વધુ સ્નેહિજનો ઉપસ્થિત રહી કન્યા અને મુરતીયાને આર્શીવાદ આપ્યા હતા. આમ કન્યા અને મુરતીયો કેનેડામાં અને સગાઇ વિધી ઊનામાં સંપન્ન કરવામાં આવી હતી.

આ રીત રીવાજોને ધ્યાનમાં રાખી સગાઇ યોજી

આ ઓનલાઇન સગાઇમાં આહીર સમાજે પારંપારીક સંસ્કૃતી જળવાઈ રહે તે માટે ટ્રેડિશનલ ડ્રેસ સાથે રીત રિવાજોને ધ્યાને રાખી સગાઇ યોજી હતી. તેમજ ઉપસ્થિત આગેવાનોએ આર્શીવાદ પણ ઓનલાઇન પાઠવ્યા હતા સગાઇ પ્રસંગ હોય અને પારિવારીક મજાક મસ્તી પણ ઓનલાઇન બની ગઈ હતી. આજના આધુનિક યુગમાં આ પ્રકારે સગાઈ થવી અને તેમાં પણ સ્નેહિજનોને આમંત્રિત કરીને લોકોએ પ્રસંગ સંપન્ન કર્યો હતો.

સામાન્ય રીતે સગાઇ અને લગ્ન પ્રસંગોમાં પારિવારીક હસી મજાક મસ્તી થતી હોય છે. ત્યારે આ ઓનલાઇન સગાઇમાં પારિવારીક મજાક મસ્તી પણ ઓનલાઇન થતી હતી. અને પરિવારમાં ખુશી પણ અનોખી જોવા મળતી હતી.

You cannot copy content of this page