Only Gujarat

National

યુવતીએ મુસ્લિમ બોયફ્રેન્ડને ગણાવ્યો ભાઈ, મંદિરમાં ઘુસાડ્યો અને પછી…

એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. વાત એમ બની છેકે મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં મુસ્લિમ યુવક હિન્દુ વ્યક્તિના આધાર કાર્ડ સાથે મંદિરમાં ઘુસ્યો હોવાની ઘટના સામે આવી છે. ભસ્મ આરતીમાં હિન્દુ બનીને પ્રવેશેલા તે મુસ્લિમ યુવકને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

કર્ણાટકનો મોહમ્મદ યૂનુસ મુલ્લા તેની ગર્લફ્રેન્ડ ખુશ્બુ યાદવ સાથે ઉજ્જૈન ગયો હતો. તેના પાસે અભિષેક દુબેનું આધાર કાર્ડ હતું. તે આધારકાર્ડ વડે તેણે મંદિરમાં એન્ટ્રી લીધી હતી. આરતીમાં હિન્દુ રીતિ-રિવાજોનું યોગ્ય રીતે પાલન ન કરી શકતા મંદિરના કર્મચારીઓએ તેને પકડી તેના સાથે પૂછપરછ કરી. આધારકાર્ડ સાથે ચહેરો ન મળતા પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી અને પોલીસની પૂછપરછ બાદ સામે આવ્યું કે તે વ્યક્તિ મુસ્લિમ છે અને ગર્લફ્રેન્ડના ભાઈના આધારકાર્ડ લઈને મંદિરની અંદર પ્રવેશ્યો હતો.

પોલીસે તેની પ્રેમિકાના માતા-પિતાને ઉજ્જૈન બોલાવ્યા છે. ખુશ્બુ પોતાને મુંબઈમાં ફેશન ડિઝાઈનર ગણાવે છે. તેનું કહેવું છે કે યુનુસ તેનો વર્કર છે. બુધવારે સવારની ભસ્મ આરતીમાં યુનુસે અભિષેક દુબેના નામથી બુકિંગ કરાવ્યું હતું. ખુશ્બુએ યુનુસને તેના ભાઈ તરીકે ઓળખાવ્યો હતો. કર્મચારીઓ દ્વારા પૂછવા છતાં યુવતી તેને પોતાનો ભાઈ કહેતી રહી. જ્યારે યુનુસનું અસલી આધાર કાર્ડ બહાર આવ્યું ત્યારે વાસ્તવિકતા સામે આવી. પોલીસે આરોપી સામે કલમ 420 હેઠળ ગુનો નોંધ્યો છે. તેને અને તેની ગર્લફ્રેન્ડને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

હોટલ માલિકે રુમ નહોતો આપ્યો
યુનુસ, ખુશ્બુ સાથે મહાકાલ મંદિર પાસેની હોટલમાં રોકાયો હતો. ત્યાં તેણે પોતાનું અસલી આધાર કાર્ડ બતાવ્યું હતું. જ્યારે હોટેલ સ્ટાફને લવ જેહાદની શંકા ગઈ તો તેમણે પોલીસને જાણ કરી. આ પછી હોટલ માલિકે બંનેને રૂમ આપવાની ના પાડી દીધી હતી. જોકે ત્યારબાદ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.

યુવકની હરકતો પર શંકા ગઈ હતી
યૂનુસ સૌથી આગળની હરોળમાં બેઠો હતો, પરંતુ તેની હરકતો પર કર્મચારિઓને શંકા ગઈ. તે હિન્દુ રીતિ-રિવાજોનું યોગ્ય રીતે પાલન નહોતો કરી રહ્યો. મંત્ર વાંચવામાં અટકાઈ રહ્યો હતો. ત્યાર બાદ યુવકને રોકીને તેની પૂછપરછ કરવામાં આવી. જ્યારે તેનુ આધારકાર્ડ માગવામાં આવ્યું ત્યારે સામે આવ્યું કે તે બિજાનું આધારકાર્ડ લઈને મંદિરમાં ઘુસ્યો છે અને પોતે મુસ્લિમ છે. આ જાણ થતાની સાથે જ કર્મચારિઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

You cannot copy content of this page