Only Gujarat

National

બે યુવતીઓના પ્રેમ સામે પરિવારનો વિરોધ, એકને માર મારીને કરી નાખી બેહાલ

અલીગઢમાં બે છોકરીઓના પ્રેમ પ્રસંગનો કિસ્સો સામે આવ્યો છે. આ બંને છોકરીઓને એક પ્રસંગમાં મળ્યા બાદ બન્નેને પ્રેમ થયો હતો. બંને ઘણા સમય સુધી એકબીજા સાથે વાત પણ કરતી હતી. એક છોકરી દિલ્હીમાં તો બીજી અલીગઢમાં રહેતી હતી. આ દરમિયાન પ્રેમિકાના લગ્ન નક્કી થઈ જતા દિલ્હીથી પોતાની સાથે લઈ જવા માટે બીજી છોકરીના ઘરે પહોંચી ગઈ હતી.

આ પ્રેમિકાને ઘરના લોકોએ બાંધીને માર મારી અધમૂવી કરી નાખી હતી. આ ઘટનામાં પોલીસે પ્રેમિકાના ભાઈ સહિત પાંચ લોકોની ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે. હવે બંને છોકરીઓનું નિવેદન મેજિસ્ટ્રેટ સામે નોંધવામાં આવશે.

મૂળ અલીગઢના અકરાબાદની રહેવાસી બબલી દિલ્હીમાં એક કંપનીમાં કામ કરતી હતી. પાંચ વર્ષ પહેલા તે પોતાના સંબંધીને ત્યાં લગ્નમાં અલીગઢના ભમસોઈ ગામ આવી હતી. ત્યાં તેની મુલાકાત દીપિકા ઉર્ફે ખીલોની સાથે થઈ હતી. બંનેએ એકબીજાનો નંબર લીધો અને ધીરે ધીરે પ્રેમ થઈ ગયો હતો.

થોડા દિવસ પહેલાં ખીલોનીના લગ્ન બીજા છોકરા સાથે નક્કી કરી દેવામાં આવ્યા હતા. દીપિકાએ આ વાત બબલીને કહી અને તેને પોતાની સાથે આવવા કહ્યું હતું. બબલી ટેક્સી લઈને દિલ્હીથી અલીગઢ આવી હતી. આ વાત ખીલોનીના પરિજનોને ખબર નહોતી. ખીલોનીના ભાઈ અને ઘરના લોકોએ બબલી અને ટેક્સી ડ્રાઇવરને બંધક બનાવી લીધા હતા. બંનેને માર માર્યો હતો.

મારઝૂડની ફરિયાદ થયા પછી પોલીસે બબલીને પરિવારના લોકોથી છોડાવી જીલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવી હતી. આ સાથે જ દીપિકાના પિતા અને ભાઈ સહિત પરિવારના પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જેલ ભેગા કર્યા હતા.

પોલીસ હવે બંને યુવતીઓનું નિવેદન અલગ-અલગ નોંધશે. SP કુલદીપ ગુણવતે જણાવ્યું કે, ‘ આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને મેજિસ્ટ્રેટ સામે યુવતીઓના નિવેદન નોંધવામાં આવશે. નિવેદન નોંધ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ‘

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page