સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના બે મહિના થઇ ચૂક્યા છે. મામલાની તપાસમાં દરરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. આ કેસમાં સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. તો બીજી બાજુ આ મામલે તપાસ બે કેન્દ્રીય એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર કરી રહી છે. આ દરમિયાન એક ન્યૂઝ ચેનલે મિસ્ટ્રી ગર્લને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
ન્યૂઝ ચેનલે એક વીડિયો મળ્યાનો દાવો કર્યો છે જેમાં સુશાંતના મૃત્યુ બાદ એક વ્યક્તિ અને મિસ્ટ્રી મહિલા દેખાઇ રહી છે. આ વીડિયોમાં કાળા રંગના કપડામાં એક વ્યક્તિ સુશાંતની ડેડ બોડી પાસે કાળું બેગ પકડી નજર આવી રહ્યો છે. જેણે પિંક કલરની કેપની સાથે માસ્ક પહેર્યું છે. આ વ્યક્તિ બેગ લઇને નીચે ઉતરતો દેખાઇ રહ્યો છે. સુશાંતના પરિવારના વકીલે આ વ્યક્તિને સંદિગ્ધ ગણાવ્યો છે.
વીડિયોમાં બ્લૂ અને સફેદ રંગની સ્ટ્રિપ્ડ શર્ટ પહેરી એક યુવતીને મુંબઇ પોલીસની હાજરીમાં સુશાંતની બિલ્ડિંગમાં પ્રવેશતી જોઇ શકાય છે. વીડિયોના જણાવ્યા પ્રમાણે બાદમાં આ યુવતી એ શખ્સ સાથે કંઇક વાત કરે છે પરંતુ જ્યારે તે વ્યક્તિ પરત આવે છે તો તેના હાથમાંથી કાળું બેગ ગાયબ હોવાનું નજર આવે છે.
તો બીજી બાજુ સુશાંતના પરિવારના વકીલનું કહેવું છે કે જો આ વ્યક્તિ ઘરમાંથી કંઇ લઇ જઇ રહ્યો છે તો તે સંદિગ્ધ છે. જો તે કોઇ યુવતી સાથે વાત કરી રહ્યો છે અને તે ગાયબ થઇ જાય છે તો આ ખુબ જ ગંભીર બાબત છે. યુવતીની ઓળખ કરવી જરૂરી છે.
સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે ન્યૂઝ એજન્સી એએનઆઇ સાતે વાત કરતાં કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતની જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મને જોવા મળી છે તેમાં ટાઇમ ઓફ ડેથ નથી. ટાઇમ ઓફ ડેથ ખુબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી સ્પષ્ટ થઇ શકે છે કે હત્યા કરી લટકાવવામાં આવ્યા કે લટકીને મોત થયું. મુંબઇ પોલીસને અને કપૂર હોસ્પિટલને આ સવાલનો જવાબ આપવો પડશે. જ્યાં સુધી CBI આ મામલે તપાસ નહીં કરે ત્યાં સુધી હકિકત સામે આવશે નહીં.