Only Gujarat

Gujarat

ગુજરાતના વીર શહીદની બહેનનું હૈયાફાટ રુદન, કહ્યું-ભઈલાના તસવીરને રાખડી બાંધીશ

આજે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન છે. જોકે એક બહેન આજે પોતાના બહેનને યાદ કરીને ઘ્રુસકે ને ધ્રુસકે રડી રહી છે. આજથી 23 દિવસ પહેલાં ગુજરાતનો એક યુવાન શહીદ થયો હતો. રક્ષાબંધનના તહેવાર પર ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરે શહીદની બહેન સાથે વાત કરી હતી. બહેન 20 મીનીટ વાત કરતાં 24 વાર રડી પડી હતી. ખાલીપો અનુભવતી અને ચોધાર આંસુએ રડી પડતી બહેન કહી રહી હતી કે, આ વખતે રક્ષાબંધને રજા લઇને આવીને બેનડી માટે જીન્સ-ટીશર્ટ લઇ જઇશ કહેનાર મારા ભાઇની તસવીર પાસે જઇને રાખડી મુકીશ.

નોંધનીય છે કે સુરેન્દ્રનગરના લખતર તાલુકાના લીલાપુર ગામનો 24 વર્ષનો કુલદીપ પટેલ આજથી 23 દિવસ અગાઉ પોરબંદરથી મુંબઈ તરફ શીપમાં શહીદ થયો હતો. શહીદ જવાનના પાર્થિવદેહને રાજકોટથી પોતાના વતન લખતરના લીલાપુર ખાતે લાવામાં આવ્યો હતો જ્યાં એમના ઘેરથી વિરાજંલી યાત્રા નીકળી હતી. જેમાં લીલાપુર ગામના નાગરિકોએ યુવાનને ભાવ ભીની વિદાય આપતાં લોકોના આંખમા આંસુઓ જોવા મળ્યા હતા. ભાઈ શહીદ થતાં એની એકની એક લાડકી બહેને ભાઇને ભારે હૈયે અગ્નિદાહ આપ્યો હતો.

આજે ભાઇ-બહેનના પવિત્ર સબંધનો “રક્ષ‍ાબંધન”નો તહેવાર હોઇ ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરે સાથેની વાતચીતમાં લાડકા ભાઇ કુલદિપને યાદ કરતા એકની એક બહેન મેઘાએ જણાવ્યું કે, એ મને ‘ભાઇ’ કહીને બોલાવતો, અગાઉ રક્ષાબંધને એ સમુદ્રમાં ડયુટી પર હોય તેવા સંજોગોમાં પછીની દિવસોમાં ભાઇ કુલદિપ જ્યારે રજામાં ઘેર આવતો ત્યારે હું રાખડી બાંધતી, આજે ઇન્ડિયન નેવીમાં કામ કરતા એના મિત્રો મારી પાસે રાખડી બંધાવવા આવ્યા હોંવાનું કહી બહેન ચોંધાર આંસુએ રડી પડી હતી.

રક્ષાબંધનન‍ા દિવસે હું મારા લાડકા ભાઇના ફોટા પાસે રાખડી મુકવાનુ કહી મેઘા ફરી ભાઇ કુલદીપને યાદ કરી રડવા લાગી હતી. પોરબંદર ખાતે સમુદ્રમાં ફરજ પર જતા પહેલા એણે છેલ્લો મેસેજ કર્યો હતો કે,બહેન હવે હું ફોન કે મેસેજ નહીં કરૂ. ત્યારે અમને કલ્પના પણ નહોંતી કે, હવે એ સાચે જ ક્યારેય ફોન કે મેસેજ નહીં કરે, અને આ બોલતા-બોલતા મેઘાબેનને તેમના વ્હાલસોયા ભાઇ કુલદીપને યાદ કરી ડુમો ભરાઇ ગયો હતો.

ભાઇની યાદોને વાગોળતી લાડકી બહેન મેઘાબેને દિવ્યભાસ્કરને જણાવ્યું કે, છેલ્લ‍ા 3 વર્ષથી એની ટ્રેનીંગ અને સમુદ્રની અંદર ફરજ બજાવતો હોવાથી એને રાખડી મોકલી શકી નહોંતી. પણ રક્ષાબંધન પછી જ્યારે રજામાં એ ઘેર આવતો ત્યારે હું પહેલા એને વ્હાલથી રાખડી બાંધતી હતી. મારી પાસે રાખડી બંધાવ્યા બાદ જ એ ગામના મંદિરે દર્શન કરવા જતો હતો. અત્યારે ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતા મારા ભાઇના મિત્રો રક્ષાબંધનના આગલા દિવસે મારી પાસે રાખડી બંધાવા આવ્યા છે. એમણે કહ્યું કે, મેઘાબેન તારી પાસે રાખડી બંધાવ્યા પછી જ અમે અમારા ઘેર જઇશુ. મેઘા તુ અમારા માટે સગી બહેન કરતા પણ વિશેષ છે. રક્ષાબંધનન‍ા દિવસે હું મારા લાડકા ભાઇના ફોટા પાસે રાખડી મુકવાનુ કહી મેઘા ફરી ભાઇ કુલદીપને યાદ કરી રડવા લાગી હતી.

મારી મમ્મી દિવસ-રાત પપ્પા સાથે ખેતીકામ કરતી હોવાથી ભાઇ મમ્મીને “ઝાંસીની રાણી” કહીને જ બોલાવતો હતો. એ મને હમેંશા મેઘાભાઇ કહીને જ બોલાવતો અને કહેતો કે તુ મારી બહેન નહીં પણ ભાઇ છે. એ સમુદ્રમાં ફરજ બજાવવા જતો એ પહેલા મેસેજ અવશ્ય કરતો કે, હવે હું થોડા દિવસ ફોન કે મેસેજ નહીં કરી શકુ. પોરબંદરની સમુદ્રની ફરજ પર જતા પહેલા એણે છેલ્લો મેસેજ કર્યો હતો કે, હવે હું ફોન કે મેસેજ નહીં કરૂ. ત્યારે અમને કલ્પના પણ નહોંતી કે, હવે એ સાચે જ ક્યારેય ફોન કે મેસેજ નહીં કરે એટલું બોલતા-બોલતા મેઘાબેન વ્હાલસોયા ભાઇ કુલદીપને યાદ કરી ડુમો ભરાવી ગયો હતો.

મેઘાબેને જણાવ્યું કે, ભાઇના મૃત્યુ બાદ ઇન્ડિયન નેવીમાંથી એનો મોબાઇલ ફોન ઘેર સોંપવામાં આવ્યો ત્યારે એને નિરાંતે ફોન ખોલીને જોયું તો ભાઇએ એમાં લખેલું હતુ કે, આ વખતે નવરાત્રીમાં રજાઓમાં ઘેર જઇશ તો, મમ્મી માટે સાડી, પપ્પા માટે કાપડ અને બેનડી માટે જીન્સ-ટીશર્ટ લઇ જઇશ અને મારા માટે દોઢ તોલાનો સોનાનો ચેન લઇશ અને બધાને લઇને સુરેન્દ્રનગર પ્રેસીડેન્ટ હોટલમાં જમવા જઇશુ વાંચીને ઘરના સૌ પરિવારજનો હૈયાફાટ રૂદન કરવા લાગી ગયા હતા. એક વખત નાનપણમાં ખેતરનું હળ મોંઢ‍ા પર વાગતા હું કાંઇ ખાઇ શકે એમ ન હોવાથી એ મારા માટે સ્ટ્રો લેવા આખુ ગામ ફરી વળ્યો હતો એટલું બોલી મેઘા ફરી વ્હાલસોયા ભાઇ કુલદીપને યાદ કરી ઘ્રુસકેને ઘ્રુસકે રડી પડી હતી. દિવ્યભાસ્કર સાથેની 20 મીનીટની વાતચીતમાં એ વ્હાલસોયા ભાઇને યાદ કરી 24 વખત રડી ગઇ હતી.

You cannot copy content of this page