Only Gujarat

FEATURED Religion

14મેએ સૂર્ય બદલશે ચાલ, કેટલાંક પર થશે પૈસાનો વરસાદ, કેટલાંકના જીવનમાં આવશે અપાર મુશ્કેલીઓ

અમદાવાદઃ સૂર્ય ગ્રહ 14 મે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. અહીં સૂર્ય 15 જૂન 2020 સુધી રહેશે. સૂર્ય ગ્રહ આ રાશિમાં બુધ ગ્રહ સાથે બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે. જ્યોતિષમાં સૂર્ય ગ્રહને આત્મા, ઉર્જા, માન-સન્માન, રાજા, નેતૃત્વકર્તા વગેરેનો કારક માનવામાં આવે છે. આ સિંહ રાશિનો સ્વામી છે. મેષ રાશિમાં આ ઉચ્ચ ભાવમાં અને તુલા રાશિમાં નીચ ભાવમાં હોય છે. અહીં જુઓ બધી જ રાશિઓ પર સૂર્યના ગોચરનો પ્રભાવ કેવો પડશે.

મેષ રાશિ: સૂર્યનું ગોચર તમારા ધન ભાવ (બીજા ભાવ) માં હશે. આ દરમિયાન તમારા ધન-વૈભવમાં વધારો થશે. ક્યાંક તમારા પૈસા અટકી પડેલા હશે તો એ પાછા આવશે. આ દરમિયાન તમારી વાણીમાં થોડી કઠોરતા જોવા મળશે. તમે લોકો સાથે કઠોર ભાષામાં વાત કરો શકો છો.

વૃષભ રાશિ: વૃષભ રાશિમાં સૂર્ય બુધ ગ્રહ સાથે મળીને બુધાદિત્ય રાજાયોગનું નિર્માણ કરશે. આ રાશિના જાતકોને સારાં પરિણામ મળશે. સરકાર તરફથી તમને ફાયદો માળશે. માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. આ સમય દરમિયાન તમને કોઇ શુભ સમાચાર મળી શકે છે.

મિથુન રાશિ: સૂર્યનું ગોચર તમારા દ્વાદશ ભાવમાં મિક્સ પરિણામ આપશે. આ દરમિયાન તમે તમારા વ્યય ભાવમાં પ્રવેશ કરશે. એટલે તમારા ખર્ચ વધશે. આ સમય દરમિયાન તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. નોકરીમાં ટ્રાન્સફરના યોગ બની રહ્યા છે.

કર્ક રાશિ: કર્ક રાશિના જાતકો માટે પ્રબળ સૂર્ય ખૂબજ શુભ પરિણામ આપશે. આ તમારા લાભ ભાવમાં (એકાદશ ભાવમાં) પ્રવેશ કરશે. આ સમયમાં તમારી આવક વધશે. તમને કોઇ ઉપલબ્ધિ મળી શકે છે. જોકે, તમારી અંદર થોડું અભિમાન વધી શકે છે. સમાજમાં તમારું માન-સન્માન વધશે.

સિંહ રાશિ: તમારા દશમ ભાવમાં સૂર્યનું ગોચર ખૂબજ અનુકૂળ રહેશે. ખાસ કરીને કાર્યક્ષેત્રમાં તમને સારાં પરિણામ મળવાની શક્યતા છે. ગોચર દરમિયાન સૂર્ય તમને કાર્યક્ષેત્રમાં માન-સન્માન અપાવશે. જો તમને કાર્યક્ષેત્રમાં કોઇ મુશ્કેલીઓ નડતી હોય તો, સમસ્યાઓ દૂર થશે.

કન્યા રાશિ: તમારા ભાગ્ય ભાવ (નવમ ભાવ) માં સૂર્ય ગોચર કરશે. આનાથી તમારા ભાગ્યમાં વધારો થશે. સામાજિક કાર્યોમાં તમે આગળ આવી ભાગ લેશો. તમારું મનોબળ વધશે. તમારા દ્વારા લીધેલા નિર્ણયો સફળ થશે. આ દરમિયાન તમારી નોકરીમાં ટ્રાન્સફર થશે.

તુલા રાશિ: સૂર્યનું ગોચર તમારા આઠમા ઘરમાં થશે. તુલા રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવાની જરૂર રહેશે. ખાસ કરીને સ્વાસ્થ્યમાં સાચવવું. ધન હાનિના પણ યોગ બની રહ્યા છે, એટલે આના પર ધ્યાન આપવું. હાલની પરિસ્થિતિમાં મન બેચેન રહેશે. માનસિક તણાવ તમારા પર હાવી ના થવા દો.

વૃશ્ચિક રાશિ: આ સમયમાં તમને વધારે સારાં પરિણામ નહીં મળે. આ સમયમાં સૂર્ય તમારા લગ્ન ભાવમાં પ્રવેશ કરશે, જેના કારણે દાંપત્ય જીવનમાં નકારાત્મક પ્રભાવ પડશે. જીવનસાથી સાથે મતભેદ થવાની શક્યતા છે. પરંતુ વ્યાપાર માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે.

ધન રાશિ: સૂર્યનું ગોચર તમારા છઠ્ઠા ભાવમાં થશે. આ સમયમાં ખૂબ જ અનુકૂળ પરિણામ મળશે. સરકારી ક્ષેત્રમાં કેટલાંક સારાં પરિણામ મળી શકે છે. તમે તમારા શત્રુઓને હરાવવામાં સફળ થશો. જો કોર્ટ-કચેરીમાં કોઇ કેસ તમારા વિરોધમાં હોય તો, તેનો નિર્ણય તમારા પક્ષે આવી શકે છે.

મકર રાશિ: તમારા સંતાન ભાવ (પંચમ ભાવ) માં સૂર્યનું ગોચર રહેશે. આ સમયમાં મિક્સ પરિણામ મળશે. પ્રેમ જીવનમાં પરિસ્થિતિ વિપરિત થતી જોવા મળશે. આ સમય દરમિયાન પ્રેમી સાથે કોઇ બાબતે વિવાદ થઈ શકે છે. એટલે તેમની લાગણીઓનું ધ્યાન રાખવું.

કુંભ રાશિ: સૂર્યનું ગોચર તમારા ચતુર્થ ભાવમાં હશે. તમને સમાજમાં માન-સન્માન મળશે. પૈતૄક સંપત્તિમાં વૃદ્ધિ થવાની પૂરેપૂરી શક્યતા છે. સરકારી ક્ષેત્રમાંથી પણ સારા લાભ મળશે. જો તમે નોકરી કરતા હોય તો, નોકરીમાં તમને સારું ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળી શકે છે. જોકે, માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે.

મીન રાશિ: સૂર્યનું ગોચર તમારા ત્રીજા ભાવમાં રહેશે. આ સમયમાં તમારા પ્રયત્નોને સફળતા મળશે. તમારા જોશ અને ઉત્સાહમાં વધારો થશે. તમે નિડર બની કામ કરશો. કેટલાક નવા લોકોને મળવાની તક મળશે, જે તમને વ્યાપારને નવી દિશામાં લઈ જવામાં મદદ કરશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page