Only Gujarat

National

આ સુંદર લેડી ડોનની વાગતી હતી હાક, જે પણ યુવકે પ્રેમ કર્યો તેનું આવી જ બન્યું

નવી દિલ્હીઃ સેક્સ રેકેટ માટે કુખ્યાત લેડી ડૉન સોનુ પંજાબન હાલમાં ફરી ચર્ચામાં છે. એક એહવાલ અનુસાર, સોનુ પંજાબને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને હાલ તેની સ્થિતિ સ્થિર છે. દિલ્હીની દ્વારકા કોર્ટે તેને દોષિ ઠેરવ્યા બાદ સોનુ પંજાબને ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો. સોનુ પંજાબને હજારો યુવતીઓને દેહવ્યાપારના નર્કમાં ધકેલી હતી.

સોનુ પંજાબન મૂળ હરિયાણાના રોહતકની રહેવાસી છે, જેનું વાસ્તવિક નામ ગીતા અરોડા છે. તેના પિતા રોજગાર મેળવવા માટે દિલ્હી આવ્યા હતા. દિલ્હીમાં તેઓ રિક્ષા ચલાવતા. ગીતા અરોડાએ 10મું પાસ કર્યા બાદ બ્યૂટી પાર્લર શરૂ કર્યું હતું. ગીતા અરોડા ઘણું જ ફ્લૂએન્ટ ઈંગ્લિશ બોલતી હતી. સોનુના પિતા ઓમ પ્રકાશ અરોડા પાકિસ્તાનથી હરિયાણાના રોહતક આવ્યા હતા. સોનુના પિતાને એ નહોતી ખબર કે દીકરી દેહવ્યાપારના ધંધાની માસ્ટરમાઈન્ડ બની ગઈ હતી. જોકે એવું કહેવાય છે કે, એક ઉંમર બાદ પિતાએ સોનુ પંજાબને કંઈપણ કહેવાનું છોડી દીધું હતું.

એક મર્ડર કેસમાં નામ સામે આવ્યા બાદ ગીતા અરોડાએ હરિયાણાના જાણીતા ગેંગસ્ટર વિજય સાથે લવ મેરેજ કર્યા હતા. એક એહવાલ અનુસાર, ગેંગસ્ટર વિજય ઉત્તર પ્રદેશના ખૂંખાર હિસ્ટ્રીશીટર શ્રી પ્રકાશ શુલ્કાનો ખાસ સાથી હતો. જેનું 1998માં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એન્કાઉન્ટર કરાયું હતું. લગ્નના અમુક સમય બાદ વિજયને એસટીએફએ હાપુડમાં ઠાર માર્યો હતો.

વિજયના મોત બાદ ગીતા અરોડાએ દીપક નામના એક આરોપી સાથે લગ્ન કર્યા હતા. જોકે તેને 2003માં આસામ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. દીપકના લગ્ન બાદ ગીતાએ દીપકના ભાઈ હેમંત સાથે લગ્ન કર્યા અને તે પછી જ તે સોનુ પંજાબન તરીકે ઓળખાતી હતી. પરંતુ વર્ષ 2006માં હેમંત પણ એનકાઉન્ટરમાં ઠાર મરાયો હતો.

હેમંત બાદ સોનુ પંજાબન અશોક બંટીના પ્રેમમાં પડી હતી. અશોકે જ સોનુ પંજાબનને દેહ વ્યાપરના બિઝનેસમાં સામેલ કરી હતી. અમુક સમય બાદ જ અશોક પણ એનકાઉન્ટરમાં ઠાર મરાયો હતો. આ દરમિયાન સોનુ પંજાબને દેહ વ્યાપારનો ધંધો ઘણો વધારી લીધો હતો અને ઘણી યુવતીઓનું જીવન બરબાદ કરી ચૂકી હતી.

દેહ વ્યાપારનો ધંધો ચલાવતી સોનુ પંજાબને દિલ્હી અને હરિયાણા પોલીસને ઘણી હંફાવી હતી અને તેથી જ તે દિલ્હીની લેડી ડૉન તરીકે ઓળખાવવા લાગી. હાલ સોનુ પંજાબન દેહ વ્યાપાર મામલે તિહાડ જેલમાં બંધ છે અને જેલની અંદર તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

 

You cannot copy content of this page