Only Gujarat

National

જન્મદિવસે જ મળ્યું કારમું મોત, ગાયને બચાવવાના ચક્કરમાં કાર નાળામાં પડી, 3 મિત્રોના મોત

કોટાઃ રાજસ્થાનના કોટના સુલ્તાનપુરમાં 2 ઓગસ્ટના રોજ પાંચ મિત્રો બર્થડે સેલિબ્રેટ કરીને પરત ફર્યા હતા. અચાનક જ ગાય કારની સામે આવી ગઈ હતી. તેને બચાવવાના ચક્કરમાં રસ્તાના કિનારે નાળામાં કાર પડી ગઈ હતી. અકસ્માતમાં બે મિત્રોના તત્કાળ મોત થયા હતા અને એક મિત્ર લાપતા છે. 44 કલાક બાદ તે મિત્રની લાશ મળી હતી. આ મિત્રનું નામ કેશવ હતું. ઘટનામાં પંકજ તથા પવનનું મોત થયું હતું.

ગુરુવાર, 5 ઓગસ્ટના રોજ કેશવની ડેડબોડી મળ્યા બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. 20 વર્ષીય કિશનના મોત બાદ માતા મોટી દીકરી સાથે કિશનગંજમાં પિયરમાં રહેતી હતી. કિશન બીએનું ભણતો હતો. મંગળવાર, 3 ઓગસ્ટના રોજ મિત્ર પવનનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે જાલિમપુરા ગામમાં આવેલી એક રેસ્ટોરાંમાં ગયા હતા. પરત ફરતી વખતે પાંચ યુવકોની કાર નાળામાં પડી હતી. અકસ્માતમાં પંકજ સુમન (35), પવન માલવ (28)નું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પ્રશાંત (18) તથા અનુપ (19)ને ગામના લોકોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. કેશવ લાપતા હતો. તેની ડેડબોડી 5 ઓગસ્ટે મળી હતી.

પ્રશાંતે કહ્યુંઃ મોતને એકદમ નજીકથી જોયુંઃ અકસ્માતમાં બચી ગયેલા પ્રશાંતે કહ્યું હતું કે તેઓ પાંચ મિત્રો 12 વાગે ગામથી પવનનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે સુલ્તાનપુર આવ્યા હતા. 2થી 2.30ની વચ્ચે તેઓ જાલિમપુરા રેસ્ટરાંમાંથી પોતાના ગામ કિશનગંજ જતા હતા. ધનવા ગામની પાસે અચાનક કાર સામે એક ગાય આવી ગઈ હતી. પવન કાર ચલાવતો હતો. ગાય સામે આવી જવાથી અચાનક બેલેન્સ બગડ્યું અને કાર નાળામાં પડી હતી.

આગળ બે જણા હતાઃ વધુમાં પ્રશાંતે કહ્યું હતું કે પંકજ તથા પવન આગળ બેઠાં હતાં. પાછળ તે, કેશવ તથા અનુપ હતા. પાણીમાં પડ્યા બાદ તેણે પાછળની વિન્ડો ખોલીને બહાર આવવાનો પ્રયાસ કર્યો હતો. આટલી વારમાં ગામના લોકો આવી ગયા હતા. તેને અને અનુપને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

જ્યાં સુધી આગળવાળાને બહાર કાઢતા પાણીમાં ડૂબવાથી તેઓ બેહોશ થઈ ગયા હતા. કેશવ અંદર જ હતો. તેમણે ગામના લોકોને આ અંગે કહ્યું હતું. જ્યારે તેમણે કારમાં જોયું તો કારમાં કોઈ નહોતું. આ ઘટના ઘણી જ દર્દનાક હતી. તેણે મોતને નજીકથી જોયું હતું.

You cannot copy content of this page