Only Gujarat

Gujarat

આજના કળિયુગમાં પણ કોઈ આટલો પ્રેમ કરી શકે? રાજકોટની આ પ્રેમકહાની તમારો ભ્રમ ભાંગી નાખશે

આજના યુગમાં તમે ઘણા એવા કિસ્સા જોયા હશે જેમાં સામાન્ય તકલીફમાં લાઈફ પાર્ટનર એકબીજાનો સાથ છોડી દે છે. નાની નાની વાતમાં ડિવોર્સના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે રાજકોટનો એક કિસ્સો તમને વિચારતા કરી દેશે. પતિ-પત્નીનો પ્રેમ જોઈને તમે માની નહીં શકો કે આજના કળિયુગમાં પણ કોઈ આટલો પ્રેમ કરી શકે? પતિ માટે પત્નીનો ત્યાગ જોઈને તમારી આંખો ભીની થઈ જશે.પત્નીનો સમર્પણ ભાવ જોઈને તમે તેને સલામ કરશો. તો આવો નજર કરીએ રાજકોટની આ મજબૂત પ્રેમી કહાની પર…


આવા જ એક દંપત્તિ છે રાજકોટના જે 14-15 વર્ષ પહેલા એક ઝઘડામાં જીગ્નેશ ભાઈનું બોડી પેરાલિસિસ થઈ ગયું છતાં પણ તેઓ હિંમત હાર્યા નહોતા. જીગ્નેશભાઈ એક એક ગ્રામના ગેરેન્ડેટ દાગીના હાર, મંગળસુત્ર, વીંટી સહિતની ડિઝાઈન બનાવે છે.


રાજકોટના જીગ્નેશ પેરાલિસિસ થઈ ગયું હોવા છતાં પણ હિંમત હાર્યા નહીં કારણ કે તેમના પત્ની તેની સાથે અડીખમ ઉભા રહ્યાં છે. એક બાળકની સાળ-સંભાર રાખવાની હોય તેવી જ રીતે તેના પત્ની હેતલબેન તેમને સાચવી રહ્યા છે. અત્યાર જીગ્નેશ ભાઈ નાનામાં નાની વસ્તુ કરવા માટે પણ પત્ની હેતલબેન પર નિર્ભર છે. તેમ છતાં પણ હેતલબેનને કોઈ દુખ નથી અને 19 વર્ષથી તેમના પ્રેમમાં ઓટ નથી આવી.


વરણવા દંપત્તિના બન્ને સંતાો પણ પિતાની પરિસ્થિતિ સમજે અને સાથ-સહકાર આપે છે. જે વ્યક્તિને પરિવારનો પ્રેમ મળતો હોય તે વ્યક્તિ સફળ ના થાય તેવું બને જ નહીં. અને એટલે જ પરિવારના સહયોગ અને પ્રેમના લીધે જીગ્નેશભાઈએ પોતાના બિઝનેસમાં પ્રગતિ કરી છે અને એક જ્વેલરી શો રૂમ પણ બનાવ્યો છે.


જીગ્નેશભાઈએ કહ્યું કે, 14 વર્ષ પહેલા મારો અકસ્માત થયો હતો.પાવર સીમમાં બે માણસો ઝઘડો કરતાં હતા અને હું છોડાવવા માટે ગયો એમાં મારું આખું શરીર ફેઈલ થઈ ગયું છે. ઘણાં સમય સુધી હું કોમામા રહ્યો હતો. પરિવારનો સારો સપોર્ટ છે કે આજે બીજી કોઈ વસ્તુ કરવા કરતાં છોકરાઓને ભણાવી છીએ, મારી પત્ની મારી બહુ જ મદદ કરે છે. અમારા જ્વેલરીના કામમાં પૂરેપુરો સપોર્ટ કરે છે અને વન ગ્રામનું અમારું કામ છે.

You cannot copy content of this page