Only Gujarat

FEATURED National

પ્રેમનો નશો પૂર્વ MLAના દીકરાને એવો ચઢ્યો કે ગર્ભવતી પત્નીની પણ ના ખાધી દયા ને…

અરૂણાચલ પ્રદેશમાં પૂર્વ ધારાસભ્યની પુત્રવધૂ તેચી મીના લિશીની હત્યાના કેસમાં પોલીસે એક મહિલા સહિત બે લોકોને ધરપકડ કરી છે. અગાઉ સાત મહિનાની સગર્ભા મહિલા મીના લિશીની હત્યાના મામલામાં પોલીસે તેના પતિ સાથે ચાર લોકોને ધરપકડ કરી છે. હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર મૃતકનો પતિ હતો, જેણે તેની સગર્ભા પત્નીની હત્યા કરવા માટે 10 લાખ રૂપિયાનો સોદો કર્યો હતો. હત્યાને દુર્ઘટનાનું રૂપ બતાવવા માટે ઈનોવા કારનો અકસ્માત કરાવવામાં આવ્યો હતો.

સાત મહિનાની ગર્ભવતી તેચી મીના લિશીની હત્યાના આરોપમાં પતિ રોની લિશી સાથે ઇટાનગર પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી ચૂકી છે. આ હત્યાકાંડનો ઘટસ્ફોટ થયા બાદ ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્ર રોની લિશી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો. કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી તેમજ શાંતિપૂર્ણ શોભાયાત્રા કાઢીને આરોપી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

લોકોના વધતા દબાણને જોતા પોલીસે ગતરોજ આ કેસમાં અન્ય બે આરોપીની પણ ધરપકડ કરી છે. ઇટાનગર કેપિટલ રિજનના પોલીસ અધિક્ષક જિમ્મી ચિરામે જણાવ્યું હતું કે, વિજય વિશ્વાસ અને ચૂમી તાયા પણ આ હત્યાના ષડયંત્રમાં સામેલ હતા. પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂમી તાયા આરોપી પતિ રોની લિશીની ગર્લફ્રેન્ડ છે.

તેચી મીના લિશીની હત્યાના કેસમાં પોલીસે કપવાંગ લેટી જે એનએસસીએન સંગઠન સાથે સંબંધ રાખે છે, તેના સિવાય તન્ની ખોયાંગ અને દમિત્રિત ખોયાંગની ધરપકડ કરી હતી. જ્યારે મીના લિશીના ડ્રાઇવર દથંગ સુયાંગની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે હત્યાનો પર્દાફાશ કર્યો હતો. તેણે જણાવ્યું કે પતિ રોની લિશીએ મીનાને મારવાની યોજના ઘડી હતી.

તેણે તેની પત્નીની હત્યા માટે 10 લાખ રૂપિયાની વચન આપ્યું હતું, ત્યારબાદ તેણે જૂના મિત્ર કપવાંગ લેટીનો સંપર્ક કર્યો હતો, કોન્ટ્રેક્ટ કિલરની ગોઠવણ કરનારી આ હત્યા બદલ તેને પાંચ લાખ રૂપિયાની રકમ એડવાન્સ આપવામાં આવી હતી.

5 નવેમ્બરના રોજ, રોની લિશીએ ગર્ભવતી પત્ની મીનાને જમીન વળતરની વાટાઘાટ માટે કારસિંગા મોકલી હતી, જ્યારે તેની પત્નીની ઇનોવા કાર કારસિંગા રોડ પર હતી, ત્યારે રસ્તામાં દથંગે બાંજ તેનાલીથી દામિત્રી ખિયાંગને કારમાં બેસાડ્યા હતા.

જેવી કારે ડંપિંગ ઝોનને પાર કરી દીધી, એવો દમિત્રીએ હથોડાથી મારીને મીનાની હત્યા કરી દીધી. ત્યારબાદ દમિત્રિ બ્લોક બિંદુ પર કારમાંથી નીચે ઉતરી ગયો હતો. અને દથંગે કારને થોડો આગળ વધારી અને તેને રસ્તાની ડાબી બાજુ નીચેની તરફ ધકેલી દીધી, જેને કારણે આ ઘટના બની હતી.

You cannot copy content of this page