Only Gujarat

National

સુહાગરાતે રૂમમાં અચાનક બનેલી ઘટનાથી દુલ્હન બેભાન, જશ્નનો માહોલ શોકમા ફેરવાયો

મધુબની: બિહારના મધુબની જિલ્લામાં એક દુ:ખદ ઘટના ઘટી હતી. જ્યાં એક ઘરમાં લગ્નનો માહોલ હતો. પરંતુ થોડા જ કલાકો બાદ ઘરમાં માતમનો માહોલ હતા. વાસ્તવમાં સુહાગરાતમાં દુલ્હા-દુલ્હન પોતાના રૂમમાં સુતા હતા. ત્યારે જ એક સાંપ નીકળ્યો અને તેણે દુલ્હાને ડંખ માર્યો, જેના કારણે દુલ્હાનું મોત થયું. જે પછી ઘરમાં માતમના માહોલ છવાયો. સુહાગરાતના આ ઘટના ઘટી જે જોઈ દુલ્હન બેભાન થઈ ગઈ હતી. આ ઘટના સુખવાસી ગામની છે.

નીતિશ કુમારના લગ્ન બુઘવારે બાસોપટ્ટી સ્થિત મઢિયા ગામના જોગિંદર રાયની દીકરી સાથે થયા હતા. લગ્નની રાતે બંને પક્ષે ખુશીનો માહોલ હતો. લગ્નના આગલા દિવસે એટલે ગુરુવારે પિતાએ દીકરીને જમાઈ સાથે વિદા કર્યો. દુલ્હને સાસરીમાં પ્રવેશ બાદ મહિલાઓએ ગીત ગાતા તમામ વિધિઓ પૂર્ણ કરી હતી. દુલ્હા-દુલ્હનને સુહાગરાત માટે રૂમમાં મોકલવામાં આવ્યા. પરંતુ નવદંપત્તિ માટે ખુશીઓની આ ક્ષણના અમુક જ કલાક બાદ ઘરમાં દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો.

પરિવારજનોના જણાવ્યાં અનુસાર, સુહાગરાતે દુલ્હા-દુલ્હન રૂમમાં હતા, ત્યારે જ એક ઝેરી સાપે દુલ્હા નીતિશને ડંખ માર્યો. સુખીવાસી ગામના સરપંચ રમાશંકર ઠાકુરના જણાવ્યાં અનુસાર, યુવકને તાંત્રિક પાસે લઈ જવામાં આવ્યો, જ્યાં આખો દિવસ તાંત્રિકે અમુક વિધિઓ કરી.

તંત્રમંત્રથી કોઈ સુધાર ના થતો જોઈ દર્દીને બાસોપટ્ટી પબ્લિક હેલ્થ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો. પરંતુ,ગંભીર સ્થિતિને જોતા ડૉક્ટરોએ તેને મધુબની રેફર કર્યો. જોકે મધુબનીમાં ડૉક્ટર્સે યુવકને મૃત જાહેર કર્યો હતો.

 

You cannot copy content of this page