Only Gujarat

Bollywood

12 વર્ષ પહેલાં આવી દેખાતી હતી સુશાંત સિંહ રાજપુતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુત કેસમાં બિહાર પોલીસ મુંબઈમાં તપાસ કરી રહી છે. સુશાંતના બૉડીગાર્ડ અને કુકે પણ એક ચૅનલને આપેલાં ઇન્ટરવ્યૂમાં ઘણાં ખુલાસા કર્યાં છે. આ સાથે જ સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા અંગે CBI તપાસની માગ થઈ રહી છે. થોડાં દિવસો પહેલાં સુશાંતના પિતા કે.કે. સિંહે પટનામાં રિયા ચક્રવર્તી સામે ફરિયાદ નોંધાવી છે.

જે અંગે રિયા ચક્રવર્તીએ વીડિયો જાહેર કરી કહ્યું છે કે, ‘તે નિર્દોષ છે અને જલદી જ સત્ય બધાની સામે આવશે.’ ઉલ્લેખનીય છે કે, રિયા ચક્રવર્તી એક સ્ટ્રગલર એક્ટ્રસ છે. અત્યાર સુધી તેમની જેટલી ફિલ્મ રિલીઝ થઈ તે લગભગ ફ્લૉપ છે.

આ ઉપરાંત રિયા ચક્રવર્તી લક્ઝૂરિયસ લાઇફસ્ટાઇલ કેરી કરે છે. સુશાંતના ફેન્સનો આરોપ છે કે, રિયા સુશાંતના રૂપિયા પર હાઇ પ્રોફાઇલ લાઇફ જીવતી હતી. દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપુતના પિતાએ તેમની ફરિયાદમાં રિયા ચક્રવર્તી પર સુશાંતના રૂપિયાની હેરફેર કરવાનો આરોપ લગાવ્યો છે. તો અત્યારે રિયાનો લૂક પહેલાં કરતાં સાવ અલગ છે.

ફિલ્મોમાં આવ્યાં પછી રિયાએ મેકઓવર કરાવ્યું હતું. રિયાના પહેલાંનાં ફોટો અને અત્યારના ફોટોમાં ખૂબ જ મોટો ફરક જોવાં મળે છે. રિયા ચક્રવર્તીએ તેમના કરિયરની શરૂઆત વર્ષ 2009માં નાના પડદે એમ.ટીવી રિયાલિટી શૉ ‘ટીવીએસ સ્કૂટી ક્વીન દીવા’થી કરી હતી. આ પછી તેમણે એમટીવીના અનેક શૉને હોસ્ટ કર્યાં હતાં.

રિયા ચક્રવર્તી આયુષ્માન ખુરાના સાથે મ્યૂઝિક આલ્બમ ‘ઓ હીરિયે’માં પણ જોવા મળી હતી. રિયાનું નામ આદિત્ય રૉય કપૂર સાથે પણ જોડાયેલું હતું. બંને ઘણીવાર એકબીજા સાથે જોવાં મળ્યાં છે. રિયાએ બૉલિવૂડ ફિલ્મ ‘મેરે ડેડ કી મારુતી’થી તેમના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

આ પછી રિયા ફિલ્મ ‘સોનાલી કૅબલ’માં જોવા મળી હતી. રિયા મહેશ ભટ્ટની ફિલ્મ ‘જલેબી’થી ચર્ચામાં આવી હતી. આ પહેલાં તે ‘બૅન્ક ચોર’ ફિલ્મમાં પણ જોવા મળી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page