Only Gujarat

Gujarat TOP STORIES

ગુજરાતમાં BAPSએ તૈયાર કર્યું આરસ પથ્થરનું મંદિર, જાણો શું આ મંદિરની ખાસ વિશેષતા

નવસારી: નવસારીમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામીનાં સંકલ્પે અને મહંત સ્વામીની પ્રેરણાથી તૈયાર કરવામા આવેલા ભગવાન સ્વામિનારાયણ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલે છે. 28 જાન્યુઆરીતી 2જી ફેબ્રુઆરી સુધી થનાર તમામ કાર્યક્રમો માટેની માહિતી શનિવારે મંદિરના સંચાલકોએ મીડિયાને આપી હતી. મહંત સ્વામી પણ 10 ફેબ્રુઆરી દરમિયાન નવસારીમાં ભક્તોને દર્શન આપશે. જેને લઈને સ્વામિનારાયણના ભક્તો ઉત્સાહિત છે.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે ગુજરાતમાં સૌ પ્રથમ આરસનું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. હિમાલયના ઉત્તુંગ શિખરો સમાન 5 શિખરો, 2 ઘુમ્મટ અને 17 ઘુમ્મટીઓથી શોભન્વિત મંદિર છે. દેશ-વિદેશના ૫૦,૦૦૦થી વધુ હરિભક્તો અહીં ઉપસ્થિત રહેશે.

10 એકરમાં પથરાયેલા મંદિરમાં અક્ષર પુરુષોતમ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, ઘનશ્યામ મહારાજ, સીતા રામ, હનુમાનજીની પ્રતિમા, નીલકંઠવર્ણી, ગુણાતિત ગુરુવર્યોની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં અનેક પ્રકારની વિશેષતા છે.

આ મંદિર બનાવવા માટે 70 હજાર ઘનફૂટ રાજનગરી આરસનાં પથ્થરો, 205 ફૂટ લંબાઈ, 188 ફૂટ પહોળાઈ, 82 ફૂટ ઊંચાઈ, 19 સુવર્ણરચિત કળશ, 222 કલામંડિત સ્તંભ, 150 તોરણ અને 900 ફૂટ ગજેન્દ્ર પીઠનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પહેલીવાર ભગવાન સ્વામિનારાયણની લીલાને 44 શિલ્પ કૃતિમાં આરસના પથ્થરોમાં કંડારેલાં ચિત્રો અને અવતારોની તસવીરો જોવા મળશે. જે રાજસ્થાન અને ઓરિસ્સાના કારીગરોએ સતત 7 વર્ષ કોતરણી કરી બનાવી છે.

આ અંગે વિગતો આપતાં નવસારી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સ્વામી પુરૂષોત્તમચરણદાસજીએ જણાવ્યું હતું કે, આ મંદિરની સૌપ્રથમ વિશેષતા એ છે કે મંદિરનું ખાતમુહૂર્ત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યું હતું. હવે તેની પ્રાણ-પ્રતિષ્ઠા પ્રગટ બ્રહ્મસ્વરૂપ, ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ કરશે.

આ મંદિર બનાવવા માટે 70 હજાર ઘનફૂટ રાજનગરી આરસનાં પથ્થરો, 205 ફૂટ લંબાઈ, 188 ફૂટ પહોળાઈ, 82 ફૂટ ઊંચાઈ, 19 સુવર્ણરચિત કળશ, 222 કલામંડિત સ્તંભ, 150 તોરણ અને 900 ફૂટ ગજેન્દ્ર પીઠનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

BAPSએ તૈયાર કરેલું આ મંદિર 10 એંકરમાં ફેલાયેલું છે.

આ મંદિર બનાવવા માટે 70 હજાર ઘનફૂટ રાજનગરી આરસનાં પથ્થરોથી તૈયાર કરવામાં આવ્યું છે.

બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે ગુજરાતમાં સૌ પ્રથમ આરસનું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page