Only Gujarat

Gujarat

ગુજરાત સરકાર નવા નિયમોની આજે કરશે જાહેરાત: ગુજરાતમાં પાન-મસાલાની ખૂલશે દુકાનો?

ગાંધીનગર: કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન-4 આગામી 31 મે સુધી લંબાવી દીધું છે. કોરોનાનો સામનો કરવા માટે ગૃહ મંત્રાલયે લોકડાઉનન-4ની ગાઈડલાઈન્સ જાહેર કરી છે. રાજ્યોમાં છૂટ આપવી કે નહીં તે હવે રાજ્ય સરકાર નક્કી કરશે. એટલે હવે ગુજરાત સરકાર આજે નવા નિયમોની જાહેરાત કરશે. હવે ગુજરાતના કયા શહેરોમાં કેવા પ્રકારની છૂટ આપવી તે રાજ્ય સરકાર નક્કી કરશે. ત્યારે માવા બંધાણીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. મંગળવારથી ગુજરાતમાં પાન-મસાલાના દુકાનો ખોલવામાં આવશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

કેન્દ્ર સરકારે નવા ગાઈડ લાઈન જાહેર કરી હતી ત્યાર બાદ ગુજરાત સરકારે હાઈ લેવલની મીટિંગ યોજી જેમાં અનેક નવા નિયમો નકકી કરવામાં આવ્યા છે. ગુજરાતમાં મંગળવારથી ઘણાં વિસ્તારોમાં છૂટ આપવામાં આવશે. ત્યારે રવિવાર સાંજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જાહેરમાં થૂંકવા પર 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

માવા બંધાણીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પાન-મસાલાની દૂકાનો ખોલવાની છૂટ મળે એવી સંભાવના છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે હવે મંગળવારે જ ખબર પડે કે, કયા વિસ્તારમાં પાન-મસાલાની દૂકાનો ખોલવાની મંજૂરી મળી શકે છે. આ ઉપરાંત મીડિયા રિપોર્ટમાં પણ જાણવા મળ્યું હતું કે, ગુજરાતમાં મંગળવારથી પાન-મસાલાની દુકાનો ખોલવામાં આવે તેવી સંભાવના છે.

નોંધનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરમાં થૂંકવા પર 200 રૂપિયાનો દંડ વૂલવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે તેના પરથી એવું અનુમાન લગાવી શકાય કે, મંગળવારથી ગુજરાતમાં પાન-મસાલાની દુકાનો ખોલવા માટે મંજૂરી આપશે.

ગુજરાતમાં જાહેરમાં પાન-મસાલાની દુકાનો ખોલવાની મંજૂરી મળશે તો ગુજરાત સરકાર એવો નિર્ણય કરી શકે છે કે, માવાના બંધાણીઓ જાહેરમાં પાન-મસાલા કે સિગારેટ પી શકશે નહીં. આ અંગે અમે પૃષ્ટિ કરતાં નથી. પાન-મસાલાની દુકાનો ખોલવામાં આવી શકે છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

You cannot copy content of this page