Only Gujarat

FEATURED National

પ્રેમિકા માટે પ્રેમીએ કર્યું એવું કામ કે દરેક યુવતી બોલવા લાગશે કે આવો…પ્રેમી દુનિયાની દરેક છોકરીઓને મળી..!

બોધગયાઃ પ્રેમિકા માટે એક વ્યક્તિએ ચંદ્ર પર જમીન ખરીદવાનો દાવો કર્યો છે. આ યુવા વ્યક્તિ બિહારનો પ્રૉપર્ટી ડીલર નીરજ ગિરી છે. તેણે ચંદ્ર પર 1 એકર જમીન ખરીદવાનો દાવો કર્યો છે. તેનું રજીસ્ટ્રેશન પણ કરાવી લીધુ છે. આ અગાઉ એક્ટર શાહરૂખ ખાન અને સુશાંત સિંહ રાજપૂતના નામે ચંદ્ર પર જમીન હોવાનું સામે આવી ચૂક્યું છે.

ઉલ્લેખનીય છે કે, ચંદ્ર પર જમીન ખરીદનાર લોકો ના તો ત્યાં જઈ શકે છે અને ના તો ત્યાં રહી શકે છે. જોકે, તેઓ માત્ર પોતાની ખુશી માટે આ ખરીદી કરતા હોય છે. આ જ કારણે જ ભારતમાંથી ચંદ્ર પર જમીન ખરીદનારા લોકોની સંખ્યા ઓછી છે.

બોધગયાના નાનાકડા ગામ બતસપુરના રહેવાસી યુવા પ્રૉપર્ટી ડિલર નીરજ ગિરીને નાની વયે જ પ્રૉપર્ટીના ખરીદ-વેચાણમાં રસ છે. હવે તે પોતાના શોખને પૂર્ણ કરવા માટે ચંદ્ર પર પણ જમીનનો એક ટુકડો ખરીદી તેનું રજીસ્ટ્રેશન કરાવી ચૂકયો છે. તેણે આમ પોતાની ગર્લફ્રેન્ડ અને હવે ભાવિ પત્નીને એ વિશ્વાસ અપાવવા માટે જમીન ખરીદી કે, જે ચંદ્રને જોઈ સાત જન્મ સુધી સાથે રહેવાના સોગંધ લે છે, તે ચંદ્ર પર તેમની પ્રૉપર્ટી પણ છે.

ચંદ્ર પર જમીન ખરીદવાની પ્રોસેસ લગભગ 1 વર્ષ ચાલી અને હવે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં ચંદ્ર પર એક એકર જમીનની રજીસ્ટ્રીની ડીડ મળી છે, જે મળ્યા બાદથી નીરજના ઉત્સાહમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અને સ્વ. સુશાંત સિંહ રાજપૂતના નામે ચંદ્ર પર જમીન છે. શાહરૂખને ચંદ્ર પરની જમીન એક ફેને ખરીદીને આપી હોવાની વાત સામે આવી હતી.

નીરજે કહ્યું હતું કે ચંદ્ર પરની જમીનનું વેચાણ ભૂમિ ઈન્ટરનેશનલ લૂનર લેન્ડ્સ રજીસ્ટ્રી નામની વેબસાઈટ થકી થાય છે. જમીનની કિંમત ઓછી છે, પરંતુ તેની ખરીદીની પ્રક્રિયા ઘણી મુશ્કેલ છે. તેને પ્રક્રિયા પૂર્ણ કરવામાં 1 વર્ષનો સમય લાગ્યો. ભારતમાં ચંદ્ર પર જમીન ખરીદીની પ્રક્રિયાને ગેરકાયદે મનાય છે. કારણ કે, ભારતે 1967માં 104 દેશો સાથે એક કરાર પર સહી કરી હતી, જેમાં ચંદ્ર, તારા તથા અવકાશને કોઈ દેશની સંપત્તિ ના માનવાની વાતનો ઉલ્લેખ કરાયો છે અને આ કરાર મુજબ કોઈ એક દેશ કે તે દેશના નાગરિક ચંદ્ર, તારા તથા અવકાશ પર પોતાનો દાવો કરી શકતો નથી.

You cannot copy content of this page