Only Gujarat

FEATURED Sports

શિક્ષકે આ કારણે કર્યું હતું ખલીનું અપમાન, આ એક ઘટનાએ બનાવ્યો રેસલર

મુંબઈઃ WWE જોવાના શોખીનોને જો કોઇ રેસલરને રિંગમાં જોઇને સૌથી વધુ ખુશી થતી હોય તો તે છે ‘ધ ગ્રેટ ખલી’ ખલી 48 વર્ષના થઇ ગયા. તેમણે હાલમાં જ પોતાનો જન્મ દિવસ સેલિબ્રે કર્યો હતો. તેમનો જન્મ 27 ઓગસ્ટ 1972માં હિમાચલ પ્રદેશમાં થયો હતો. તેમનું રિયલ નામ દિલીપ સિંહ રાણા છે. રેસલિંગની દુનિયામાં તે 7 ફૂટ ઊંચા એક માત્ર ભારતીય રેસલર છે. વર્લ્ડ હેવીવેટ ચેમ્પિયન ધ ગ્રેટ ખલી, ભારતીની શાન છે. ખલી આજે જે મુકામ પર છે, ત્યાં પહોંચવું તેમના માટે માટે સરળ ન હતું. અહીં સુધી પહોંચવા માટે તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ખલી બોલીવૂડ ફિલ્મ સિવાય ટીવી શો અને હોલિવૂડ મૂવીમાં પણ કામ કરી ચૂક્યાં છે.

હિમાચલ પ્રદેશના એક ગામમાં રહેતા દિલીપ સિંહ રાણા બાળપણથી સારી એવી કદ કાઠી ધરાવતા હતા. જોકે, આ એક્રોમેલગલી નામની બીમારીનું પરિણામ છે. બહું ઓછો લોકો જાણતા હશે કે તેમનું બાળપણ ખૂબ જ ગરીબીમાં વિત્યું છે.

આ ગરીબીએ જ તેમને અભ્યાસ છોડીને પથ્થર તોડવાનું કામ કરવા માટે મજબૂર કર્યા હતા. ગરીબ પરિવારમાં જન્મેલા દિલીપને છ ભાઇ-બહેન હતા. તે મજૂરી કરીને ઘરમાં ચલાવા માટે પૈસા આપતો હતો. આજે 18 નંબરવાળા બ્રાન્ડેડ જૂતા પહેરનાર ખલી જ્યારે દિલીપ હતો ત્યારે ખુલ્લા પગે 15 કિલોમીટર ચાલીને પથ્થર તોડવાનું કામ કરવા જતો હતો. તેમના કદના કારણે જ લોકો તેની મજાક ઉડાવતા હતા.

સ્કૂલમાં તેમણે ખૂબ જ મુશ્કેલી ભર્યો સમય વિતાવ્યો. દોસ્તો તેમના પર હસતા હતા. મજાક ઉડાવતા હતા. તેમને 1979ના વર્ષે સ્કૂલની ફી ન ભરાતા તેમને સ્કૂલમાં કાઢી મૂકવામાં આવ્યો. આ સમયે વરસાદ ન થતાં પાક પણ ન હોત થયો.

આ કારણે પરિવાર પાસે ફી ભરવાના પૈસા ન હતા. તે દિવસે ક્લાસ ટીચરે આખા ક્લાસની વચ્ચે તેમને અપમાનિત કર્યો હતા. બધા જ વિદ્યાર્થીઓ પણ તેમની મજાક ઉડાવતા હતા. આ મજાક તેમના દિલમાં ઘર કરી ગયો. આ ઘટના બાદ તેમણે નક્કી કર્યું કે, તે ક્યારેય સ્કૂલે નહીં જાય પરંતુ એક દિવસ સફળ થઇને બતાવશે.

પંજાબ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ તેમને બસ સ્ટેશન પર મજૂરી કરતા જોયો અને દિલીપને પોલીસમાં ભરતી થવાની સલાહ આપી. ત્યારબાદ ખલીએ ક્યારેય પાછું વળીને નથી જોયું. પોલીસ ફોર્સમાં રહીને તેમણે બોડી બિલ્ડિંગ શરૂ કરી દીધી. ખલી પાસે અમેરિકા જઇને ટ્રેનિંગ લેવાના પૈસા ન હતા. તેમણે 40,000ની બચત કરી અને સાન ફ્રાન્સિસ્કો શહેર પહોંચી ગયો. અહીં પહોંચ્યા બાદ પણ તેમણે ઘણો સંઘર્ષ કર્યો.

શરૂઆતમાં જાપાનન અને મેક્સિકોમાં જઇને કુસ્તી લડી અને અહીં તેઓ જાયન્ટ સિંહના નામે પ્રખ્યાત થયા. અમેરિકા પરત ફર્યાં બાદ ખલીને હોલિવૂડની ફિલ્મમાં પહેલવાનનો રોલ મળ્યો. ત્યારબાદ ખલીનો WWE સાથે કોન્ટ્રાક્ટ થયો બસ આ ઘટના બાદ તેમની જિંદગી બદલાઇ ગઇ. WWEમાં તેમને દર વર્ષે દસ લાખ ડોલરથી વધુ મળી રહ્યાં હતા ત્યારબાદ તેમને હ્યૂસ્ટન શહેરમાં એક મોટું ઘર અને દુકાન ખરીદી. જો કે તેમણે ભારતમાં પણ પ્રો રેસસ્લિંગ લોકપ્રિય બનાવવાની દિશામાં ઘણું કામ કર્યું છે.

ખલી ‘બિગ બોસ-4’માં પણ ભાગ લઇ ચૂકયાં છે. તે આ શોના રનર અપ હતા. નોનવેજ તેમને પસંદ નથી. તે શુદ્ધ શાકાહારી છે. દારૂને તે સ્પર્શ પણ નથી કરતા. તેમનું નામ હિન્દુ દેવી કાલીના નામ પરથી પડ્યું, જે આંતરિક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે.

તેમનું મન પસંદ મૂવ ખલી બંબ છે, જેમાં તે બે હાથની હથેળીથી એક સાથે વિપક્ષી પર પ્રહાર કરે છે. તે 2007માં વર્લ્ડ હેવીમેટમાં ચેમ્પિયન રહી ચૂક્યાં છે. તેમણે જોન સીના અંટરટેકર, ટ્રિપલ એચને હરાવ્યો હતો. ખલી ખૂબ જ આધ્યાત્મિક છે. તેમના ગુરૂ આશુતોષ મહારાજ છે.

You cannot copy content of this page