અમદાવાદઃ હિંદુ કેલેન્ડરમાં 10 માર્ચથી ચૈત્રના મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. આ મહિનાથી જ ભારતીય પંચાંગ હિન્દુ કેલેન્ડરની શરૂઆત થાય છે. ધાર્મિક રીતે ચૈત્રનો મહિનો ખુબ જ મહત્વનો માનવામાં આવે છે. ચિત્રા નક્ષત્ર સાથે સંબંધ હોવાને કારણે તેનું નામ ચૈત્ર છે. આ મહિનામાં વસંતનો અંત અને ગ્રીષ્મનો આરંભ થાય છે. હિન્દુ કેલેન્ડર પહેલા ચૈત્રનો મહિલાનામાં અનેક વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેમાં આ 10 વાતનું તો ખાસ ધ્યાન રાખવું. ગુજરાતી કેલેન્ડર હિંદુ કેલેન્ડર કરતાં 15 દિવસ પાછળ છે. આટલું જ નહીં ગુજરાતીમાં કારતક માસથી નવા વર્ષની શરૂઆત થાય છે.
1.ચૈત્રના મહિનામાં ગોળ ખાવો ના જોઇએ. એટલું જ નહીં ગોળથી બનેલી કોઇ વસ્તુ પણ ના ખાવી જોઇએ.
2. હિંદુ કેલેન્ડર પ્રમાણે વર્ષના આ પ્રથમ મહિનામાં વાસી ભોજન વગેરેનું સેવન કરવાથી પણ બચવું જોઇએ. તેનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે કે આ મહિનામાં વાસી ખોરાકથી બીમાર પડવાની શક્યતા વધુ છે.
3. ચૈત્ર મહિનામાં વર્ષ પહેલા નવરાત્રી આવે છે. આથી તેની શરૂઆત થતા જ તમારે અનાજ ખાવાનું ધીમે ધીમે બંધ કરવું જોઇએ.
4. આ મહિનાના પૂર્વાર્ધમાં માંસ-મદીરા પાનનું સેવન પણ ન કરવું જોઇએ.
5. આ સિવાય ચૈત્રમાં લીમડાની 4-5 કોમળ પાન સવારના સમયે ચાવવાથી વધુ લાભ થશે. તેનાથી કોઇપણ પ્રકારના રોગમાંથી મુક્તિ મળી શકે છે.
6. ચૈત્ર મહિનાના પૂર્વાર્ધ સુધી તમારે આહારમાં ફળ-ફળાદી વગેરેનું સેવન વધારવું જોઇએ.
7. ચૈત્રના મહિનામાં ચણા પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી તમારા સ્વાસ્થ્યને ખુબ જ ફાયદો થશે.
8. ચૈત્રના મહિનામાં પાણી વધુ પીવું જોઇએ.
9. મહિનાના પૂર્વાર્ધમાં ચામડાની વસ્તુનો ઉપયોગ બંધ કરવો જોઇએ. બૂટ અથવા પર્સ જેવી વસ્તુનો ઉપયોગ કરવાથી બચવું જોઇએ.
10. આ સિવાય મહિનાના પૂર્વાર્ધમાં વાળ કપાવવા અથવા નખ કાપવા જેવી પ્રક્રિયા પણ ન કરવી જોઇએ.