ગુજરાતમાં યોજાયા વાછરડા-વાછરડીના લગ્ન, નાચતા પહોંચ્યા જાનૈયાઓ, જુઓ તસવીરો

કામરેજ ના લાડવી ગામે એક અનોખા લગ્નનો પ્રસંગ યોજાયો હતો. જેમાં શંખેશ્વરનામના એક વર્ષના વાછરડાના લગ્ન ચન્દ્રમોલી નામની વાછરડી સાથે કરાવાયા હતા. ત્રણ ભૂદેવોએ વૈદિક વિધિ પ્રમાણે લગ્ન વિધિ કરાવી હતી જ્યારે સાધુ પીપલાદગિરી મહારાજે વાછરડીનું કન્યાદાન કર્યું હતું.


આ અનોખા લગ્નમાં વાછરડીનાં પિતા બનેલા પીપલાદ ગીરી મહારાજે જણાવ્યું કે સંન્યાસીનો કોઇ પરિવાર નથી હોતો પરંતુ કન્યાદાન એ સૌથી મોટું દાન છે. સંન્યાસીને કન્યાદાનનો લાભ મળે એ હેતુ સાથે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.


પીપલાદગીરી બાપૂએ પોતાની વહાલ સોયી વાછરડી ચન્દ્રમોલીના લગ્ન કરાવી કન્યાદાન નું પુણ્ય મેળવ્યું હતું.મકર સંક્રાંતિનાં શુભ દિવસે કામરેજ ના લાડવી ગામે એક અનોખા લગ્ન યોજાઇ ગયા હતા.એક વર્ષ વયનાં વાછરડો શંખેશ્વર ની વાજતે ગાજતે જાન લઇને નંદેશ્વરી ગૌશાળાનાં જયંતિભાઇ માલાની આવ્યા હતા.


જાણે કોઇ યુવક ની જાન નીકળી હોય તેમ વાછરડાની જાન માં લોકો જોડાયા હતા. વાછરડાને વરરાજાની જેમ અને વાછરડી ચન્દ્રમોલી ને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા હતા અને લગ્ન મંડપમાં વિધિ વિધાનથી ત્રણ ભુદેવો એ વૈદિક વિધિ થી લગ્ન વિધિ કરાવી હતી.


વાછરડી રૂપી કન્યાનાં પિતા બનેલા પીપલાદ ગીરી મહારાજે કન્યા દાન કર્યું હતું અને કન્યા ને વિદાય પણ આપી હતી.સાધુ પીપલાદ ગીરીના જણાવ્યા પ્રમાણે આજ થી 30 વર્ષ પહેલા ભોપાલ માં ગૌ વિવાહ થયા હતા.

You cannot copy content of this page