Only Gujarat

Gujarat

ગુજરાતમાં અહીં PSIની બદલી થતાં લોકો ભેટી ભેટીને રડી પડ્યા, ઢોલ-નાગારાના તાલે વિદાય આપી

અમુક લોકો તેમના સ્વભાવ અને કામથી અમીટ છાપ છોડીને જતા હોય છે. આવા લોકોથી અલગ પડવાનું થાય એટલે એમની આસપાસના લોકો ગમગીન બની જાય એ. પોલીસ અને પ્રજાના આદર્શ સંબંધનો એક સુંદર કિસ્સો બન્યો છે.
પીએસઆઈની બદલી થતાં આખે આખું ગામ ભાવુક બની હતું. ગામના લોકોએ ઢોલ-નાગારાના તાલે પીએસાઈને વિદાઈ આપી હતી. આ વખતે લોકો પીએસઆઈને ભેટી ભેટીને રડી પડ્યા હતા. ભાવુક દૃશ્ય જોઈ કોઈને પણ રડાવી દે એવું હતું.

પ્રાપ્ત વિગ મુજબ ગુજરાતમાં હાલ નિયમ મુજબ પોલીસ ખાતામાં પણ બદલી થઇ રહી છે. જેને લઈ ધોરાજી તાલુકાના પાટણવાવ આવેલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય.બી. રાણાને પણ બદલીનો ઓર્ડર મળ્યો હતો. પણ તેમની બદલીથી આખુ ગામ દુ:ખી થયું હતું. ગામ લોકોએ તેમનો ભવ્ય વિદાય સમારોહ યોજ્યો હતો.

પોલીસ સ્ટેશનના સ્ટાફ અને જનતા દ્વારા ભારે હૃદયે પીએસઆઈ વાય.બી. રાણાને વિદાય આપવામાં આવી હતી. ગ્રામજનોએ ઢોલ-નાગારાના તાલે PSIને વિદાય આપી હતી.

આ વિદાઈમાં લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. ગ્રામજનો પીએસઆઈને ભેટી ભેટીને રડી રહ્યા હતા. આ તકે પીએસઆઈ વાય.બી. રાણા પણ પોતાની આંખના આંસુ રોકી શક્યા નહોતા.

વાય.બી. રાણા ફરજ બજાવતા ત્યારે જે પોલીસવાનમાં બેસતા તેને ફૂલથી શણગારવામાં આવી હતી. તેઓ જેવા પોલીસ સ્ટેશનની બહાર આવ્યા કે સાથી સ્ટાફના લોકોએ તેમને ઉંચકી લીધા હતા.

PSI વાય.બી. રાણા આગળ વધતાં જતા હતા તેમ તેમ લોકો તેમને આવીને ભેટતા હતા. માહોલ ખૂબ જ ભાવુક બની ગયો હતો. એક તકે તો PSI વાય.બી. રાણાની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.

You cannot copy content of this page