Only Gujarat

Health

જાણો, ફટકડીનો કારગર પ્રયોગ, કાળા વાળ અને ખીલના ડાઘ દૂર કરવા માટે અક્સીર છે ફટકડી

જો આપ અકાળે થતા કાળા વાળથી પરેશાન હો તો ઘરમા રહેલી ફટકડી આપની આ સમસ્યાનું નિરાકારણ લાવી શકે છે. કેવી રીતે? જાણો.., બધા જ ઘરોમાં ફટકળી આરામથી મળી રહે છે. તેમનું રાસાયણિક નામ પોટાશ એલમ છે. સામાન્ય રીતે ફટકડીનો ઉપયોગ ઘરમાં પાણીને ચોખ્ખુ કરવા માટે તેમજ સેવિંગ સમયે થતાં બ્લિડિંગને રોકવા માટે થાય છે. ફટકળી આમ જોઇએ તો અનેક રીતે ઉપયોગી છે. ફટકડી કેટલીક બીમારીમાં પણ ઔષધનું કામ કરે છે. ફટકડી લાલ અને સફેદ એમ બે પ્રકારની હોય છે. જો કે સફેદ ફટકડી વધુ ઉપયોગમાં લેવાય છે. સફેદ ફટકડીમાં સફેદ વાળને કાળા કરવાનો ઔષધિય ગુણ છે. જો લાંબા સમય સુધી વાળ માટે તેનો પ્રયોગ કરવામં આવે તો ચોક્કસ સારૂ પરિણામ મળે છે. તો સફેદ વાળને કાળા કરવા માટે ફટકડીનો કેવી રીતે ઉપયોગ કરવો તે જાણી લો.

સફેદ વાળને કાળા કરવા માટે આ રીતે કરો ફટકડીનો પ્રયોગ
ફટકડીનો એક ટૂકડો લો, આ ટૂકડાને પીસીને તેમાં ગુબાલ જળ મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવીને ઓછોમાં ઓછી પાંચ મિનિટ સુધી મસાજ કરો. એક કલાક બાદ વાળને શેમ્પુ કરી લો.


કેટલીવાર કરશો આ પ્રયોગ?
અઠવાળિયામાં 3થી4 વખત ફટકડીનો પ્રયોગ કરવાથી અકાળે થતાં સફેદ વાળને કાળા કરી શકાય છે. લાંબા સમય સુધી આ પ્રયોગ કરવાથી ધીરે ધીરે સફેદ વાળની સમસ્યા દૂર થઇ જાય છે.

ફટકડીના પ્રયોગ બાદ કરો કન્ડીશનરવાળ ધોયા બાદ પીસેલી ફટકડી અને કન્ડીશનરને એક સાથે મિક્સ કરો. બાદ આ મિશ્રણને વાળના છેડા સુધી લગાવો. 15થી 20 મિનિટ આ કન્ડીશનર વાળમાં રહેવા દો ત્યારબાદ ઠંડા પાણીથી ધોઇ લો. આ પ્રયોગ અઠવાડિયામાં 2થી 3 વખત કરો.

ખીલના ડાઘ દૂર કરવા માટે અકસીર ફટકડી
વાળની જેમ ખીલમાં પણ ફટકડીનો પ્રયોગ અકસીર સાબિત થયો છે. ખીલના ડાઘને દૂર કરવા માટે ફટકડીનો પ્રયોગ ઉત્તમ છે. ફટકડીને પાણીમાં પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ત્વચાના ડાઘવાળા ભાગમાં લગાવો. 20 મિનિટ સુધી પેસ્ટને ચહેરા પર રહેવા દો. વીસ મિનિટ બાદ ચહેરાના સાફ કરી દો. આ પ્રયોગ નિયમિત કરવાથી ચહેરા પર ડાઘ દૂર થશે અને ચહેરો બેદાગ બનશે.

કરચલીનો રામબાણ ઇલાજ ફટકડી
જો આપની ત્વચા પર ઉંમર પહેલા જ કરચલી પડલા લાગી છે તો ત્વચાની કરરચલી દૂર કરીને સ્કિનને ટાઇટ કરવામાં ફટકડીનો પ્રયોગ કારગર નિવડે છે. ચહેરા પરની કરચલીને દૂર કરવા માટે ગુલાબ જળની સાથે ફટકડી મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ પ્રયોગથી કરચલી દૂર થશે અને ત્વચા ટાઇટ બનશે.

 

You cannot copy content of this page