Only Gujarat

Gujarat

કરોડપતિ લવજી બાદશાહની દીકરી પ્રમુખ સ્વામીનગરમાં આવું કામ કરી આપે છે સેવા

અમદાવાદમાં ઉજવાઈ રહેલા પ્રમુખ સ્વામી જન્મશ તાબ્દી મહોત્સમાં દેશ-વિદેશમાંથી લાખો લોકો રોજ મુલાકાત લઈ રહ્યા છે. અહીં હજારોની સંખ્યામાં સ્વંયસેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે. કોઈક લાખોની નોકરી છોડી તો કોઈ કરોડોનો બિઝનેસ મૂકીને અહીં તન-મનથી સેવા આપી રહ્યા છે. ગુજરાતના આવા જ બે કરોડપતિ પરિવારની દીકરીઓ અહીં સેવા આપી પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરી રહ્યા છે.

પ્રમુખ સ્વામી જન્મશ તાબ્દી મહોત્સમાં બે યુવતીઓ રાત-દિવસ સેવા આપી રહી છે. આ બે યુવતીઓમાંથી એક છે ગોરલ અજમેરા, જે 5000 કરોડથી વધુનું નેટવર્થ ધરાવતા અજમેરા પરિવારની પુત્રવધૂ અને સુરતના ડાયમંડ કિંગ ગણાતા અને એટલો જ મોટો બિઝનસ ધરાવતા લવજી બાદશાહની પુત્રી છે. જ્યારે બીજી યુવતી અજમેરા પરિવારનાં જ આજ્ઞાબેન છે. ગોરલબેન હાથમાં ઇજા થઈ હતી. છતાં સેવાનું કામ ચાલુ રાખ્યું છે. આમ ભરબપોરે તગારાં ઊંચકીને મજૂરી જેવું કામ કરતી આ નણંદ અને ભાભીએ સમાજને ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

આ અંગે લવજી બાદશાહની પુત્રી ગોરલના સાસુ અને અજમેરા પરિવારના મોભીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા પરિવારમાંથી મારી દીકરી અને જમાઈ, મારો દીકરો અને વહુ 1લી ડિસેમ્બરથી અહીં સેવા આપી રહ્યા છે. બધાની અલગ અલગ સેવા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમને બાપાની સેવા કરવામાં જે જાહોજલાલીનો અનુભવ થાય છે, ત્યારે એમ થાય છે કે આખી દુનિયામાં સુખી-સંપન્ન અમે લોકો જ છીએ, એવી અમને અનુભૂતિ થાય છે.

નોંધનીય છે કે અજમેરા પરિવારની સેવામાં કુલ 4 ડ્રાઈવર, 5 હાઉસ કિપિંગ સ્ટાફ, 2 રસોઈયા અને 11 સિક્યુરિટી જવાનનો સ્ફાટ છે. આમ કુલ 22 લોકોનો નોકર-ચાકરનો સ્ટાફ હોવા છતાં આ પરિવાર અહીં સેવા આપી રહ્યો છે.

નાના હતા ત્યારે પણ તપેલાં ઘસ્યાં હતાં, ન્યૂજર્સીમાં જમવાનું બનાવી પીરસ્યું હતું
અજમેરા ગ્રૂપ ઓફ કંપનીઝના મયુર અજમેરાએ જણાવ્યું કે હું બ્રહ્મવિહારી સ્વામીની પ્રેરણાથી હાલ શતાબ્દી મહોત્સવમાં પીઆરની સેવા આપી રહ્યો છું. વીઆઇપીઓને આમંત્રણ આપવું, તેનું રોજેરોજ ફોલોઅપ કરવું, તેમના એકોમોડેશન તેમજ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવાની હોય છે. અગાઉ સાળંગપુરમાં રહેતા ત્યારે જમવાની તેમજ જનરલ વ્યવસ્થા કરવાની, વાસણ ધોવાનાં, સાફસૂફી કરવાનું કામ કરતાં હતાં. નાના હતા ત્યારે બહેન સાથે તપેલાંમાં બેસી જઇ તેને ઘસતાં હતાં. હું 11 વર્ષનો હતો ત્યારે પણ પ્રમુખસ્વામી મહારાજે મને પીઆરની જવાબદારી સોંપી હતી.

You cannot copy content of this page