રાજપૂત સમાજની દીકરીનો ધમાકો: માસ્ટર ડિગ્રી સાથે કોન્સ્ટેબલ બની, હવે ગુનેગારોને ધ્રુજાવશે

ગુજરાતના બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં રાજપુત સમાજની દીકરીએ ધમાકો કર્યો હતો. સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકાના આંતરિયાળ બેણપ ગામના ખેડૂતની પુત્રી પોલીસ કોન્સ્ટેબલ તરીકે સરકારી નોકરી મેળવનાર પ્રથમ યુવતી છે. ખેડૂતની પુત્રી પોલીસ કોન્સ્ટેબલ બનતાં જ પરિવારમાં ખુશીનો માહોલ છે જ્યારે સમાજમાં પણ પોતાનું નામ રોશન કર્યું છે. યુવતી પોલીસ કોન્સ્ટેબલ બનતાં જ આખા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સુઈગામ તાલુકાના બેણપ ગામના ગણેશજી બોડાણાની પુત્રી જયાબેન બોડાણા કોન્સ્ટેબલ તરીકે સરકારી નોકરી મેળવનાર પ્રથમ યુવતી છે. વાવ, સુઈગામ અને થરાદ તાલુકા રાજપૂત સમાજ પરગણામાં જયાબેન બોડાણાએ કોન્સ્ટેબલ તરીકે નોકરી મેળવી સમાજની દીકરીઓને પ્રેરણા પુરી પાડી છે. જયાબેન બોડાણાએ ગુજરાતી વિષય સાથે B.A./ M.A. કર્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી.

આ ઉપરાંત 2019ની પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કર્યા બાદ સુરત જિલ્લામાં પોલીસની ટ્રેનિંગ લઈ સુરત હેડક્વાર્ટરમાં જ તેમનું પોસ્ટિંગ થયું છે. આ દરમિયાન HTAT પરીક્ષા પાસ કરી હતી. પરિવારના સહકારથી રૂઢિચુસ્ત રાજપૂત સમાજની દીકરી જયાબેન બોડાણા માસ્ટર ડીગ્રી મેળવી હથિયારી કોન્સ્ટેબલની સરકારી નોકરી મેળવનાર પ્રથમ યુવતી બની છે.

આ અંગે જયાબેનના મોટાભાઈ સારંગજી બોડાણાએ જણાવ્યું હતું કે, જયાબેનને નાનપણથી આર્મી, B.S.F. કે પોલીસમાં જોડાવવાની ઈચ્છા હતી. ફાયરિંગ અને ઘોડેસવારીનો શોખ ધરાવનાર જયાબેન 5 કિલોમીટર લાંબી દોડમાં વિધાઉટ રેસ્ટમાં 2 મેડલ પણ મેળવી ચૂક્યા છે. આ અંગે તેમણે રાજપૂત સમાજને સંદેશ આપતાં જણાવ્યું હતું કે, અત્યારનો જમાનો ટેકનોલોજીનો છે અને એ માટે શિક્ષણ અત્યંત જરૂરી છે.

રાજપુત સમાજમાંથી પોલીસ કર્મી તરીકે પસંદગી પામેલ પ્રથમ દીકરી બની છે. જયાબેન બોડાણાની ટ્રેનિંગ પુરી થઈ જતાં તેણીને સુરત શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નિમણૂંક મળેલ છે. જયાબેન બોડાણાની સિદ્ધિથી રાજપૂત સમાજ ગર્વ મહેસૂસ કરી રહ્યો છે. સમગ્ર સમાજે પણ પોલીસ કોન્સ્ટેબલ બનેલ જયાબેનને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

You cannot copy content of this page