Only Gujarat

Bollywood FEATURED

અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ જાતે પુત્ર આરવની ‘હરકત’નો કર્યો ખુલાસો

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી ટ્વિકલ ખન્ના સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર પોતાની પોસ્ટને લઈને પણ ચર્ચામાં રહે છે. જોકે આજે ફરી એકવાર ટ્વિંકલ ખન્ના ચર્ચામાં આવી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તે પોલીસ વાનની બાજુમાં પોજ આપતી જોવા મળી હતી. જોકે ટ્વિકલે આ ફોટો શેર કરીને એ જણાવ્યું હતું કે, તેના 17 વર્ષના પુત્ર આરવે પોતાના મોબાઈલમાં તેની માતાનો નંબર ‘પોલીસ’ના નામે સેવ કર્યો છે. અક્ષયની જેમ તેનો પુત્ર આરવ પણ મસ્તીખોર છે. ટ્વિંકલ અને પુત્ર આરવની મજાકમસ્તી ખૂબ વાઈરલ થઈ રહી છે.

ટ્વિંકલે ફોટો શેર કરીને લખ્યું હતું કે, મારા પુત્રએ મારો નંબર ‘પોલીસ’ના નામથી સેવ કર્યો છે. મને લાગતું નથી કે, આ સાચું હોય. ટ્વિંકલની આ પોસ્ટ પર ચાહકો ખુબ જ કોમેન્ટ કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, ટ્વિંકલ અને અક્ષય કુમારના લગ્નને 17 જાન્યુઆરીએ 19 વર્ષ પૂરાં થયા. આ અવસર પર પણ અભિનેત્રીએ એક જોરદાર ફોટો શેર કર્યો હતો જે બહુ વાયરલ થયો હતો.

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના પુત્ર આરવે જૂહુ સ્થિત ઈકોલે મોંડિઆલે વર્લ્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. આરવ માત્ર કુકિંગમાં જ નહીં પરંતુ પિતાની જેમ માર્શલ આર્ટ્સમાં પણ ટ્રેનિંગ લઈ ચૂક્યો છે.

આરવ વર્ષ 2016માં જાપાની માર્શલ આર્ટ્સની કલા કુડોમાં બ્લેક બેલ્ટ હાંસિલ કર્યું હતું. ફેબ્રુઆરી 2016માં અક્ષયે એક ફોટો શેર કર્યો હતો જેમાં પીએમ નરેન્દ્ર મોદી તેનો કાન ખેંચતા જોવા મળ્યાં હતાં.

અક્ષયે આ ફોટોની સાથે લખ્યું હતું કે, એક પિતાની જિંદગીની પ્રાઉડ મોમેન્ટ જ્યારે પ્રધાનમંત્રી તમારા પુત્રનો કાન ખેંચે અને તેને કહે કે તે એક સારો છોકરો છે.

 

View this post on Instagram

 

Considering my son has saved my number as ‘Police’ on his phone I suppose this is rather apt 🙂

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

આરવ લાઈમલાઈટમાં આવવાનું પસંદ કરતો નથી પરંતુ તે ક્યારેક-ક્યારેક મિત્રોની સાથે મુવી ડેટ પર જોવા મળતો હોય છે. અક્ષય પોતાના પુત્રની સાથે પિતા કરતાં મિત્ર જેવો સંબંધ વધારે રાખે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page