Only Gujarat

FEATURED International

આ વ્યક્તિને પોતાના 17 શબ્દો પડ્યાં ભારે, કલ્પના ના કરી શકો એટલાં અબજોનું થયું નુકસાન

કેલિફોર્નિયાઃ મોંમાંથી નીકળેલા શબ્દો ક્યારેય પાછા આવતાં નથી અને કેટલીકવાર તે માનવ જીવને ઉથલ-પાથલ કરી દે છે. એવું જ કંઈક ટેસ્લાના સ્થાપક એલન મસ્ક સાથે થયું છે. વાસ્તવમાં, તેમણે મોંથી તો કંઇ કહ્યું નથી, પરંતુ તેમના એક ટ્વિટથી કંપનીની કિંમત 14 અબજ ડોલર (આશરે 1 લાખ કરોડ રૂપિયા) ઘટી ગઈ છે. તેમણે લખ્યું, ‘Tesla stock price is too high imo’. કહેવા માટે તેમનું ટ્વિટમાં માત્ર 7 શબ્દો હતા, પરંતુ તેમને આ ટ્વિટનાં દરેક શબ્દ માટે 14 હજાર કરોડ રૂપિયા ચુકવવા પડ્યા છે. કંપનીનું મૂલ્યાંકન તો ઘટ્યું, પણ સાથે સાથે સીઈઓ મસ્કના ખિસ્સામાંથી 3 બિલિયન ડોલર (22.6 હજાર કરોડ) પણ ઘટ્યાં છે. મુકેશ અંબાણીનું એન્ટિલિયા ઘર અંદાજે 10 હજાર કરોડનું બનેલું છે. આમ કંપનીને થયેલી 1 લાખ કરોડની ખોટ મુજબ આનાથી 10 એન્ટિલિયા નવા બની શકે.

1 મેના રોજ, એલન મસ્કે ઘણાં ટ્વિટ્સ કર્યાં હતાં, જેમાં તેણે ટેસ્લા કંપનીના શેરને મોંઘો ગણાવ્યો હતો. આ સિવાય તેણે પોતાની બધી સંપત્તિ વેચવાની પણ વાત કરી હતી. એલને અન્ય એક ટ્વિટમાં કહ્યું કે તેની ગર્લફ્રેન્ડ પોપ મ્યુઝિશિયન ગ્રીમ્સ તેના પર ગુસ્સે છે. એલન મસ્કના ટ્વિટર પર 3.3 કરોડ ફોલોઅર્સ છે.

કેટલી ઘટી શેરની કિંમતઃ શુક્રવારે (પહેલી મે) ટેસ્લા કંપનીના શેર 10 ટકાથી વધુ ઘટ્યાં છે. શુક્રવારે કંપનીના શેરનો ભાવ 755 ડોલર હતો, જે બજાર બંધ થતી વખતે 701 ડોલર પર પહોંચ્યો હતો.

2018માં શેર 20% ઘટ્યો હતોઃ આ પહેલા ઓગસ્ટ 2018 ના રોજ, મસ્કે ટ્વિટર પર કહ્યું હતું કે તે ટેસ્લાને ખાનગી કંપનીમાં ફેરવવા માંગે છે. ત્યારથી, બજારમાં કંપનીના શેરના ભાવમાં 20 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત, ન્યૂયોર્ક સ્ટોક માર્કેટમાં ટેસ્લાના ભાવિ વિશે વાંધાજનક ટ્વીટ કરવા બદલ અમેરિકન પ્રતિભૂતિ અને વિનિમય આયોગે એલન મસ્ક પર 20 મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો હતો. તો સાથે ટેસ્લાને 20 મિલિયન ડોલરનો દંડ કરવામાં આવ્યો હતો. મસ્કના આ ટ્વિટ પછી, તેઓ કંપનીના સીઈઓનું પદ ગુમાવી દેવું પડ્યુ હતુ.

લાઇવ શોમાં વ્હિસ્કી પી અને ગાંજાનાં લગાવ્યા કશઃ એલન મસ્ક, 2018માં એક લાઈવ શો દરમ્યાન વ્હિસ્કીના પેગ લગાવવા લાગ્યા અને ગાંજાનાં કશ મારતા દેખાયા હતા. કેલિફોર્નિયાના હાસ્ય કલાકાર જો રોગન સાથે સ્ટેજ શેર દરમિયાન એલન મસ્કે આ કામ કર્યું હતું. આ પછી, કંપનીના ઘણા અધિકારીઓએ નોકરી છોડી દીધી હતી. આને કારણે કંપનીના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

ફેસબુક બંધ કરવાની સલાહ આપીઃ એલન મસ્કે આ વર્ષે તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ફેસબુક વિશે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, બધા લોકોએ તેમના ફોન પરથી ફેસબુક ડિલીટ કરી દેવું જોઈએ. વાસ્તવમાં, એલન મસ્કે આ પ્રકારનું નિવેદન આપ્યું, કારણ કે લોકપ્રિય અભિનેતા સાચા બેરોન કોહેને નકલી સમાચારને લઈને ફેસબુક પર પ્રહાર કર્યા હતા. એટલું જ નહીં, તેમણે ફેસબુકની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવ્યા.

બ્રિટિશ ડાઈવર પર પણ આપત્તિજનક ટિપ્પણી કરીઃ 2018મા પણ એલન મસ્કે એક ટ્વિટને લઈને બબાલ થઈ હતી. જેમાં થાઈલેન્ડની એક ગુફામાં ફસાયેલાં 12 બાળકોને બચાવનારા બ્રિટિશ ડાઈવર પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ડ્રાઈવરે મસ્કની સામે માનહાનિનો કેસ પણ દાખલ કર્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page