Only Gujarat

National

બહેનની ચિતા પર ભાઈએ આપ્યો જીવ, આખો બનાવ વાંચીને હચમચી જશો

એક ખૂબ જ શોકિંગ બનાવ સામે આવ્યો છે. એક યુવકે કાકાની દીકરી બહેનની ચિતા પર સૂઈને જીવ આપી દીધો હતો. બહેનનું કુંવામાં પડી જવાથી મોત થયું હતું. આ સમાચાર મળતાં જ 430 કિલોમટર દૂરથી તેનો પિતરાઈ ભાઈ ઘરે આવ્યો હતો અને સીધો સ્મશાન ઘાટ જઈને સળગતી ચિતાને પગે લાગીને તેમાં સુઈ ગયો હતો. આગમાં સળગી જવાથી તેનું મોત નિપજ્યું હતું.

જ્યોતિ સાથે શું થયું હતું?
મધ્યપ્રદેશના સાગર નજીર મજગુવા નામના ગામનો આ બનાવે છે. ગામમાં રહેતી 21 વર્ષીય જ્યોતિ નામની યુવતી ગુરૂવાર સાંજે 6 વાગ્યે ખેતરે ગઈ હતી. જ્યોતિના મોટાભાઈ શેરસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે ખેતરમાં શાકભાજી વાવ્યા છે. જ્યોતિ સાંજે શાકભાજી લેવા જાય છે, પણ મોડે સુધી ન આવતાં અમે વિચાર્યું કે તે તેની કોઈ બહેનપણીના ઘરે હશે. પછી મોડે સુધી ન આવતાં શોધખોળ શરૂ કરાઈ હતી. રાત્રે 12 વાગ્યા સુધી શોધખોળ આદરી હતી.

શુક્રવાર સવારે 9 વાગ્યે જ્યોતિના પિતા ભોલેસિંહ ખેતરે ગયા હતા. તેમને શંકા ગઈ હતી કે જ્યોતિ કુવામાં ન પડી ગઈ હોય એટલા માટે મોટર લગાવી કુવો ખાલી કરાવ્યો હતો. 11 વાગ્યે જ્યોતિના કપડાં દેખાતા પોલીસને સૂચના આપવામાં આવી હતી. પોલીસે જ્યોતિની લાશ કુવામાંથી બહાર કાઢી હતી અને પીએમ માટે મોકલી આપી હતી.

અચાનક કરણે ગામમાં આવી અને…
જ્યોતિના મોત અંગેની ખબર 430 કિલોમિટર દૂર રહેતા તેના કાકાના દીકરા કરણ ઠાકુર (18 વર્ષ)ને ખબર પડી તો તે બાઈકથી આવવા નીકળી ગયો હતો. પીએમ પછી જ્યોતિનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી પરિવારજનોએ ગામની બાજુમા સ્મશાન ઘાટ પર તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. અંતિમ સંસ્કાર પછી ગામના બધા લોકો ઘરે પાછા આવી ગયા હતા, ત્યાં સુધી કાકાનો દીકરો કરણ ઠાકુર ત્યાં નહોતો પહોંચ્યો.

દરમિયાન શનિવાર સવારે ગામના કેટલાક લોકોએ જણાવ્યું કે જ્યોતિની ચિતા પાસે તેનો ભાઈ કરણ ઠાકુર આગથી સળગેલી હાલતમાં પડ્યો છે. કરણ ઠાકુર સળગી ગયાની સૂચના મળતાં જ પોલીસે ધાર જિલ્લાના ખલઘાટ ગામે રહેતા તેના પિતા ઉદયસિંહને જાણ કરી હતી.

હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં દમ તોડ્યો
કરણ ઠાકુરના પતિ ઉદયસિંહે જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે બહેનના મોતની સૂચના મળતાં જ તે બાઈક લઈને રવાના થયો હતો. જ્યોતિના ભાઈ શેરસિંહે જણાવ્યું કે કરણ શનિવાર સવારે 7થી 9 વાગ્યે વચ્ચે સ્મશાન પહોંચ્યો હશે અને બહેનની સળગતી ચિતામાં સૂઈ ગયો હશે. જેને બાદમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જેનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું.

માતા-પિતા આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરાયા
શનિવારે બપોરે કરણના મોત બાદ તેની પીએમ કરાવવામાં આવ્યું હતું. શનિવારે સાંજે પોલીસે મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો, પણ ત્યાં સુધીમાં કરણના માતા-પિતા આવ્યો નહોતા. રાત્રે માતા-પિતા આવતા તેની હાજરીમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. કરણને બહેન જ્યોતિની ચિતાની બાજુમાં અગ્નદાહ અપાયો હતો.

બંનેના મોતની તપાસ ચાલુ
પોલીસ અધિકારી દિવ્ય પ્રકાશ ત્રિપાઠીએ જણાવ્યું કે 21 વર્ષી જ્યોતિનું કુંવામાં પાણી ભરતી વખતે પડી જવાથી ડૂબી જવાથી મોત થયું હતું. ત્યાર બાદ તેનો કાકાનો દીકરો કરણ ગામમાં આવ્યો હતો અને બહેનની સળગતી ચિતામાં સુઈ ગયો હતો. તેનું પણ સળગી ગયાથી મોત થયું હતું. બંને મામલાની તપાસ ચાલુ છે.

You cannot copy content of this page