જીજાજીના હતાં સાળી સાથે આડા સંબંધ, પત્નીને રસ્તામાંથી દૂર કરવા ઘડ્યો એવો પ્લાન કે….
દરભંગા, બિહારઃ સાળી સાથે આડો સંબંધ રાખનારા એક યુવકે તેની જ પત્નીની હત્યા કરી હતી. આ માટે યુવકે 10,000 રૂપિયાની સુપારી આપીને અન્ય જિલ્લામાંથી ગુનેગારોને બોલાવ્યા હતા. મામલો બિહારના દરભંગા જિલ્લાનો છે. ગુનેગારોની ધરપકડ બાદ એસએસપી બાબુરામે સમગ્ર મામલાનો ખુલાસો કર્યો હતો.
પોલીસે હત્યામાં સંડોવાયેલા આરોપી પતિ સંતોષ ભગત, સાળી અંજલિ, સુપારી લઈને હત્યા કરનારા સુબોધ સિંહ અને પ્રકાશસિંહની ધરપકડ કરી છે. બધાએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે.
ઘરમાં ઘુસીને ગુનેગારોએ દબાવ્યુ ગળુંઃ ઘટનાને લઈને એસએસપીએ જણાવ્યુ કે બહાદુરપુર વિસ્તાર અંતર્ગત તારાલાહી ગામના મહેશ્વર ભગતની પુત્રી અને સંતોષ ભગતની પત્ની સુધા પોતાના ઘરમાં નાની બહેનની સાથે સુતી હતી. તેની બાજુનાં રૂમમાં મૃતક મહિલાનો 20 વર્ષનો ભાઈ પ્રિન્સ કુમાર, તેની માતા જ્યોતિ દેવી તેમજ મૃતકનો ચાર વર્ષનો પુત્ર ઉંઘતો હતો. તે સમયે બે અજ્ઞાત વ્યક્તિ મૃતકના રૂમમાં ઘુસીને તેની નાની બહેનનાં મોઢાને કપડાંથી ઢાંકી દીધુ અને સુધાનું ગળું દબાવીને મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અપરાધીઓ ભાગી ગયા હતા.
મંગળવારની રાત્રે સારવાર દરમ્યાન થયુ મોતઃ ગુનેગારોના ગયા બાદ મૃતકની નાની બહેન અંજલિએ તેની બાજુમાં સૂતેલા ભાઈ અને માતાને જગાડી દીધા હતા અને તેમને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પડોશીઓની મદદથી સુધાને સારવાર માટે ડીએમસીએચમાં દાખલ કરાઈ હતી. જ્યાં મંગળવારે (પાંચ મે) રાત્રે આઠ વાગ્યે તેનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈ પ્રિંસે પોલીસ ફરિયાદ કરી હતી. જે પછી, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, હત્યાનું મૂળ કારણ સંતોષના સાળી સાથે ગેરકાયદેસર સંબંધ હોવાનું છે.
સંતોષ સાથે સખ્તાઇથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે તેની સાળીની સાથે ગેરકાયદેસર સંબંધ હોવાની વાત કબૂલતાં કહ્યું કે તેની સાળી તેના પર લગ્ન કરવા અને મોટી બહેનને રસ્તા પરથી દૂર કરવા દબાણ કરતી હતી, જે બાદ તેણે તેના બે મિત્રો મુઝફ્ફરપુર જીલ્લાનાં ગાયઘાટ નિવાસી સુબોધ કુમાર તેમજ પ્રકાશસિંહની સાથે મળીને પત્નીની હત્યા ગળું દબાવીને કરી દીધી હતી.