Only Gujarat

Gujarat

ઉંચાઈમાં નાની પણ દિમાગથી શાતિર યુવતીએ અનેક યુવકોને ફસાવ્યા, યુવકો બધુ સોંપી દેતા અને પછી…

ઉંચાઈમાં નાની પણ શાતિર દિમાગની એક યુવતીએ અનેક યુવાનોને માયાજાળમાં ફસાવીને છેતર્યા હતા. આ યુવતીને ફક્ત કુંવારા યુવકો જ પસંદ હતા. હરખભેરમાં યુવાનો યુવતી પર વિશ્વાસ કરીને બધુ સોંપી દેતા હતા. પછી આ યુવતી કાંડ કરતી હતી. આની જાળમાં એક જ મહિનામાં ત્રણ યુવકો ફસાઈ ગયા છે.

વાત એમ છે કે રાજસ્થાનમાં દેખાવમાં ભોળી લાગતી લૂંટેરી દુલ્હને હાહાકાર મચાવ્યો છે. તેણે હનુમાનગઢમાં એક મહિનામાં ત્રણ લગ્ન કરીને વરરાજાને લૂંટી લીધા હતા. દુલ્હન અને તેનો સાથી એટલા શાતિર છે કે લગ્ન પહેલાં જ રૂપિયા પડાવી લેતા હતા. લગ્ન પછી દુલ્હન 5-6 દિવસ સાસરામાં રોકાતી હતી અને ફરાર થઈ જતી હતી. જે બાદ ગેંગ બીજા શહેરમાં કુંવારા યુવકને શોધીને તેને ફસાવવાનો પ્લાન બનાવતા હતા.

લાખો રૂપિયાની છેતરપિંડી
પોલીસે જણાવ્યું કે દુલ્હન અને તેના સાથીએ 3થી વધુ લોકો સાથે લગ્ન કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. નેઠરાના ગામના નેકી રામ (35) આ અંગે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. નેકી રામના ક્યાંય લગ્ન થતા નહોતા. આ દરમિયાન તેમના ગામના કમલેશે તેમને જણાવ્યું કે એક ગરીબ મુસ્લિમ યુવતી તેની ધર્મની બહેન છે. તેના માતા-પિતાનું મોત થઈ ગયું છે અને તે તેની સાથે નેઠરાનામાં જ રહે છે.

કમલેશે કહ્યું કે તેના લગ્ન તે યુવતી સાથે કરાવી દેશે, પરંતુ તેના બદલામાં તેને 1 લાખ 50 હજાર રૂપિયા આપવા પડશે. કોર્ટ-કચેરીનો જે ખર્ચ થશે તે પણ આપવો પડશે. નેકી રામે કમલેશને લગ્ન માટે હાં કરી તો તે તેને પોતાના ઘરે લઈ ગયો અને એક યુવતી સાથે મુલાકાત કરાવી. યુવતીએ પોતાનું નામ શબનમ પિતાનું નામ નવાબ ખાન અને તેઓ હનુમાનગઢની પારીક કોલોનીમાં રહેતા હોવાનું જણાવ્યું. જે બાદ 13 મે, 2022નાં રોજ કમલેશ અને શબનમ નેકી રામને ભાદરા કોર્ટ લઈ ગયા, જ્યાં કમલેશે તેના અને શબનમના લગ્ના અંતર્ગત 500 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરાવ્યું.

6 દિવસ પછી શબનમને સાથે લઈ ગયો કમલેશ
નેકી રામે જણાવ્યું કે લગ્ન કરવાની અવેજમાં કમલેશે તેની પાસેથી 1 લાખ 5 હજાર રૂપિયા રોકડા, 10 હજાર રૂપિયા લગ્ન કરાવવા માટે કોર્ટનો ખર્ચ અને 30 હજાર રૂપિયા શબનમને કપડાં સહિત અન્ય વસ્તુ અપાવવાના નામે લઈ લીધા. જે બાદ તે અને શબનમ નેઠરાના આવી ગયા. શબનમ લગભગ 6 દિવસ તેની સાથે ઘરમાં રહી. જે બાદ એક દિવસ કમલેશે કહ્યું કે તે સવારે આવીને લઈ જશે, કમલેશ ગાડી લઈને આવ્યો અને શબનમને સાથે લઈ ગયો. નેકી રામે પણ વિશ્વાસ કરીને શબનમને કમલેશની સાથે મોકલી દીધી.

બીજા દિવસે જ્યારે તે કમલેશના ઘરે ગયો તો તેને શબનમ ન મળી. કમલેશને પૂછ્યું તો તેને કહ્યું એક-બે દિવસમાં આવી જશે, પરંતુ 15-20 દિવસ થયાં છતા શબનમ પાછી ન આવી. આ દરમિયાન તેને ખબર પડી કે કમલેશે શબનમના લગ્ન ખચવાના (હનુમાનગઢ)માં કરી દીધાં છે. આ અંગે તેને કમલેશને કહ્યું કે તે શબનમનું ઘર વસાવવામાં મદદ કરે. જેને લઈને કમલેશે કહ્યું કે આ તો તેનો ધંધો છે. તેને શબનમને તેની સાથે મોકલીને છેતરપિંડી કરી. હવે શબનમ તેની પાસે પરત નહીં આવે. જ્યારે નેકી રામ લગ્નના બદલામાં આપેલા 1 લાખ 65 હજાર રૂપિયા પાછા માગ્યા તો કમલેશે રૂપિયા આપવાનો પણ ઈનકાર કરી દીધો.

ધર્મની બહેન ગણાવતો હતો
આરોપી યુવક અવિવાહિત યુવકોની જાણકારી એકઠી કરતો અને તેમનો કોન્ટેક્ટ કરીને પોતાની ધર્મની બહેન સાથે લગ્ન કરાવવાની વાત કરતો. અલગ અલગ ખર્ચાઓના નામે દોઢથી બે લાખ રૂપિયાની વસૂલી કરતો. આરોપી યુવક પણ અવિવાહિત યુવકોના પૈસાથી હજારો રૂપિયાના કપડાંની ખરીદી કરતી. જે બાદ યુવતી કોર્ટમાં સ્ટેમ્પ પેપર પર લગ્ન કરતી. લગ્નના 5-6 દિવસ બાદ કોઈ બહાનું બતાવીને યુવક તેને પોતાની સાથે લઈ જતો અને પછી બીજી જગ્યાએ લગ્ન કરાવતો હતો.

અલગ-અલગ યુવક સાથે લગ્ન કરી લાખોની છેતરપિંડી કરી
તપાસ કરી તો સામે આવ્યું કે યુવતીએ નેઠરાનામાં યુવક નેકી રામ સાથે લગ્ન કર્યા બાદ 23 મેનાં રોજ ખચવાનાના ધર્મપાલ (27) સાથે લગ્ન કર્યા. ઠગોએ અહીં પણ સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવ્યું અને લગ્નના નામે 2 લાખ 24 હજાર રૂપિયા પડાવ્યા. જેના 10 દિવસ પછી યુવતીએ કૈથલના અન્ય એક યુવક સાથે લગ્ન કર્યા. ધર્મપાલે પણ પોલીસને ફરિયાદ કરીને છેતરપિંડીનો કેસ કર્યો છે. પીડિતે આરોપ લગાવ્યો કે શબનમ અને કમલેશે મળીને લગ્નના નામે તેની પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

You cannot copy content of this page