Only Gujarat

Gujarat

આવું તો માત્ર ગુજરાતમાં જ બને, ગાયે જંગલી જાનવર દીપડાને પીવડાવ્યું પોતાનું દૂધ!

વડોદરાઃ માતાની મમતા એવી હોય છે, જેને દરેક પ્રાણી મહેસૂસ કરે છે. ન માત્ર માનવી પરંતુ પ્રાણીઓમાં પણ બાળકોને માટે આવો જ પ્રેમ હોય છે. જાનવરોની મમતા પોતાના બચ્ચા માટે જ નહીં અન્યના બચ્ચાઓ માટે પણ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ગાય અને દીપડાની આ તસવીરો કોઈને પણ આશ્ચર્યમાં મુકી શકે છે. એકવાર તો લાગશે કે દીપડો આખરે ગાયની આટલી નજીર આવીને લાડ કેમ કરે છે. પરંતુ જ્યારે તેની પાછળની કહાની તમને ખબર પડશે તો આ સંબંધ સમજમાં આવી જશે.

સોશિયલ મીડિયા પર ગાય અને દીપડાની તસવીરો વાયરલ થઈ છે. લોકો આશ્ચર્યમાં છે કે આખરે એક જંગલી જાનવર જે સાંકળથી બંધાયેલી ગાયને સરળતાથી મારીને ખાઈ શકે છે, તે ખોળાામાં જઈને કેમ બેઠો છે. જેની પાછળની કહાની સાંભળીને આ તસવીરની કિંમત વધી જશે. આ તસવીર ગુજરાતમાં લેવામાં આવી હતી. આ મામલો આમ તો 2003માં સામે આવ્યો હતો. જે બાદ સમય-સમય પર તસવીર વાયરલ થઈ રહી છે.

આ મામલો ગુજરાતના વડોદરામાં સામે આવ્યો જ્યાં અચાનક લોકોએ જોયું કે એક દીપડો શેરડીના ખેતરમાં ગાયની નજીક બેઠો હતો. તેમણે વન વિભાગને તરત તેની જાણકારી આપી. જે બાદ ટીમ ગામમાં પહોંચી.

અહીં ખબર પડી કે આ દીપડો ગાયને રોજ સાડા નવથી દસ વાગ્યા સુધીમાં મળવા આવતો હતો. આ દરમિયાન ગલીના કુતરાઓ ખૂબ જ ભસતા હતા. જો કે દીપડો ચૂક્યા વિના ગાયને મળવા માટે આવતો હતો. જેનું કારણ પણ સામે આવ્યું. આ દીપડો જ્યારે માત્ર 20 દિવસનો હતો ત્યારે તેની માતાનું મોત થઈ ગયું હતું. જે બાદ ગાયે તેને દૂધ પિવડાવ્યું હતું. ત્યારથી તે ગાયને પોતાની માતા સમજે છે અને રોજ રાત્રે તેને મળવા આવે છે.

ગામના લોકોને પણ આ દોસ્તીનો ફાયદો મળ્યો છે. દીપડો ગામમાં કોઈને પણ નુકસાન નથી કરી રહ્યો. પરંતુ દીપડાના કારણે ત્યાં જાનવરોના હુમલા ઓછા થયા છે અને તેના કારણે પાકમાં વધારો થયો છે.

You cannot copy content of this page