Only Gujarat

National

લાઈટ જતાં અંધારામાં બે દુલ્હનોએ એકબીજાના મંગેતર સાથે ફેરા ફરી લીધા અને પછી…

વીજળી ગુલ થતાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. લાઈટ જતાં અંધારાના કારણે બે સગી બહેનોના લગ્નની વિધીમાં દુલ્હા બદલાઈ ગયા હતા. જ્યારે લાઈટ પાછી આવી તો હાજર સૌ કૌઈ ચોંકી ગયા હતા. આ કિસ્સો આ આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ વિચિત્ર કિસ્સો મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં સામે આવ્યો છે. અસલાના નામના ગામમાં રમેશલાલ નામના વ્યક્તિની ત્રણ દીકરીઓ અને એક દીકરાના લગ્ન હતા. રવિવારે તેની બે દીકરો નિકિતા અને કરિશ્માના ભોલા અને ગણેશ નામના યુવાન સાથે લગ્ન હતા. બંને યુવક અલગ અલગ પરિવારમાંથી હતા. બંને બહેનોના એક મંડપ નીચે લગ્ન નિર્ધારિત કર્યા હતા. જાન આવ્યા બાદ રવિવાર રાત્રે 11.30 વાગ્યે અચાનક લાઈટ ગુલ થઈ ગઈ હતા.

જોકે લગ્ન ચાલુ રાખ્યા હતા. પૂજાની વિધિમાં બંને બહેનોએ અલગ અલગ વરરાજાનો હાથ પકડીને પૂજા પૂરી કરી હતી. નિકિતાએ ગણેશ નામના વરરાજા અને કરિશ્માએ ભોલા નામના વરરાજાનો હાથ પકડીને રાખ્યો હતો. રાત્રે અંદાજે 12.30 વાગ્યે લાઈટ આવી તો દુલ્હન અને તેના પરિવારજનો દંગ રહી ગયા હતા. જોકે આ ભૂલને સવારે 5 વાગ્યે ફેરા ફરતી વખતે સુધારી દેવામાં આવી હતી. નક્કી કરેલા પાત્ર સાથે દુલ્હા અને દુલ્હનના સાત ફેરા ફેરવવામાં આવ્યા હતા.

પરિવારજનોએ જણાવ્યું હતું કે ગામમાં વારંવાર વીજળી ગુલ થઈ જાય છે. એટલું જ નહીં કલાકો સુધી લાઈટ પાછી આવતી નથી. આ કારમએ વિવાહ સમારોહમાં દુલ્હા-દુલ્હનની અદલા બદલી થઈ ગઈ હતી.

You cannot copy content of this page