Only Gujarat

Gujarat

ચેતજો, બિલ્ડરના વાંકો ફ્લેટ ધારકો રસ્તા પર આવી ગયા, રૂપિયા આપ્યા છતાં નોંધારા બન્યા

સુરતના સરથાણા એરિયામાં આવેલા પરમ એપાર્ટમેન્ટના માલિકો રસ્તા ઉપર આવી ગયા હતા. પોતે લોન લઈને ફ્લેટ ખરીદ્યા હતા. ફ્લેટના હપ્તા રહિશો દ્વારા ભરવામાં આવે છે. ત્યારે શ્રી ડેવલોપર્સ બિલ્ડરના ભોગે રહિશોએ હેરાન થવાનો વારો આવ્યો છે. પરમ એપાર્ટમેન્ટના 27 ફ્લેટ બેંક દ્વારા સીલ મારી દેવાયા છે. નાનાં બાળકો સહિત પરિવારના સભ્યો રોડ પર સીવા માટે મજબૂર બની ગયા છે. બીજી તરફ સમગ્ર પ્રોજેક્ટ લોનના રૂપિયા વાપરી કૌભાંડ આચરીને બિલ્ડર દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ રહિશો દ્વારા કરવામાં આવી રહ્યાં છે.


પરમ એપાર્ટમેન્ટના રહિશોના ફ્લેટ બેંક દ્વારા સીલ મારી દેવાતા પોતાનો માલ સામાન બહાર કાઢી લેવામાં આવ્યો છે. હવે પોતાનો ફ્લેટ હોવા છતાં પણ આ ફ્લેટ ધારકોને સ્થિતિ રસ્તે રખડતા પરિવાર જેવી થઈ ગઈ છે. રહિશો દ્વારા બિલ્ડરોને સતત ફોન કરવામાં આવી રહ્યો છે. પરંતુ હવે તે એક પણ ફ્લેટ ધારકોના ફોન ઉપાડ્યો નથી. બાળકો સહિત પોતાના સમાન ઘરની બહાર મૂકવા માટે મજબૂર બની ગયા છે. આવી પડેલી મુસીબતમાં હવે પરિવારજનોએ ક્યાં જવું તે તેમને સમજાતું નથી.


પરમ એપાર્ટમેન્ટમાં રહેતા રાજુભાઈએ જણાવ્યું કે, અમે ફ્લેટ માટે લોન લીધી છે. બેંકે અમને લોન આપી છે. અમે તેના હપ્તા ચૂકવ્યા છે. જ્યારે પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારની ટેક્નિકલ ખામી ન હોય ત્યારે જ બેંક દ્વારા લોન આપવામાં આવે છે. તો પછી આ બન્યું કેવી રીતે. આ તો અમને જે બેંકે લોન આપી છે. તેની પણ જવાબદારી બને છે કે, તેમણે આ પ્રોજેકટનો અભ્યાસ કર્યા વગર અમને લોન આપી દીધી છે. સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ લોન લેવા જાય છે. ત્યારે તમામ દસ્તાવેજ બેંકના અધિકારીઓને બતાવે છે.ત્યારબાદ તેઓના લોન આપતા હોય છે. અમારા બિલ્ડરને જ્યારે નોટિસ મળતી હતી ત્યારે અમે તેને આ બાબતે રજૂઆત કરી હતી. તો તેમણે અમને કહ્યું હતું કે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. તમે શાંતિથી રહો. પરંતુ આજે 27 જેટલા ફ્લેટ આખરે સીલ કરી દેવામાં આવ્યા છે.અમારો કોઇ જ વાંક ન હોવા છતાં લાખો રૂપિયાની લોન લીધા બાદ પણ અમારે રસ્તા ઉપર રહેવાની ફરજ પડી છે.


સુરતમાં અનેક ડેવલોપર્સ ફલેટ ધારકો સાથે ચીટીંગ કરતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પ્રોજેક્ટ લોનના નામે વધારાની લોન લઈ લેતા હોય છે.ત્યારબાદ ફ્લેટ વેંચી દે છે. દસ્તાવેજ પણ કરી આપે છે. જો બિલ્ડરે લોન ન ચૂકવી હોય અને તેની પ્રોજેક્ટ લોન ચાલુ હોય તો કયા આધારે તેના દસ્તાવેજ ફ્લેટ ધારકોને આપી શકે? એક પ્રકારે બિલ્ડરો ફ્લેટ ખરીદનાર ગ્રાહકો સાથે ચેટિંગ જ કરતા હોય છે. હવે આ ઘરવિહોણા થઈ ગયેલા પરિવાર લોન કેવી રીતે ચૂકવશે. હવે મુશ્કેલી એક સાથે આવી જશે તેવો તો ભાડેથી ઘરમાં રહેવું પડે તો તેને ત્યાં ભાડું ચૂકવવું પડશે અને બીજી તરફ લોનના હપ્તા તો ખરા જ તેવા સવાલો રહિશોને સતાવી રહ્યાં છે.


સુરત શહેરમાં અનેક એવા જાણીતા બિલ્ડરો છે કે, જેઓ પ્રોજેક્ટ લોન ખૂબ મોટા પ્રમાણમાં લઈ લેતા હોય છે. તો ક્યારેક રિ ફાઇનાન્સ પણ કરાવતા હોય છે. પ્રોજેક્ટ લોન અંગે ફ્લેટ ખરીદનારને વધુ માહિતી હોતી નથી. તે પોતાની લોન કરાવીને ફ્લેટ ખરીદી લે છે. બિલ્ડર તેનો દસ્તાવેજ પણ કરી દે છે. પરંતુ જ્યારે પ્રોજેક્ટ લોન જે બેંક પાસેથી લેવામાં આવી છે. તે લોનની નોટિસ ફટકારવા આવે છે. ત્યારે ફ્લેટ ધારકોને આ અંગે માલૂમ પડે છે. આવી સ્થિતિમાં ફ્લેટ ધારકોને સ્થિતિ ખૂબ જ દયનીય થઈ જાય છે. એક તરફ લોન બેન્કો દ્વારા આપવામાં આવતી હોય છે. તેના હપ્તા વધારે કરે છે તો બીજી તરફ બિલ્ડરે લીધેલી લોન તે રૂપિયા ચૂકવી ન શકવાને કારણે આ રીતે ફ્લેટ સીલ મારી દેવામાં આવે છે. આ બધી જ પ્રક્રિયામાં ફ્લેટ ધારકોનો કોઈપણ પ્રકારનો વાંક હોતો નથી.

You cannot copy content of this page