ગ્રેટ ખલી કરતાં પણ મજૂબત છે આ પાંચ મહિનાની ટેણી, બે મહિનાની હતી ત્યારે કર્યું હતું આ કારનામુ

લંડનઃ દુનિયામાં કઈ પણ અશક્ય નથી. આપણી આસપાસ એવી ઘણી વસ્તુઓ થાય છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય લાગે. આજ સુધી તમે જોયું હશે કે, જન્મ બાદ બાળકને પોતાના પગ પર ઊભા થવામાં ચારથી પાંચ મહિના તો લાગી જ જાય છે. પરંતુ આજે અમે તમને એક એવી બાળકી વિશે જણાવી રહ્યા છીએ, જે માત્ર બે મહિનાની થઈ ત્યાં તો પોતાના પગ પર ઊભી થવા લાગી હતી. આ બાળકીનાં માતા-પિતાના જણાવ્યા અનુસાર, તેમની દીકરી દુનિયાનું સૌથી મજબૂત બાળક છે. બાળકી ચાર મહિનાની પણ નહોતી થઈ ત્યાં પોતાની મેળે ઊભી રહેવા લાગી. આ સમાચારે અત્યારે દુનિયાભરના લોકોનું ધ્યાન આકર્ષ્યું છે.


31 વર્ષના તેજરા ફિન જોહન્સ્ટન અને તેની 23 વર્ષની પત્ની એમિલી ડેરિકે તેમની 5 મહિનાની દીકરીની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી. આ બંને ઈંગ્લેન્ડના કિંગ્સવૂડમાં રહે છે.

આ કપલનો દાવો છે કે, તેમની દીકરી લૂલા બે મહિનાની થઈ ત્યાં તો ઊભી રહેવા લાગી હતી. ચાર મહિનાની થઈ એ પહેલાં તો કોઇપણ જાતના ટેકા વગર સીધી ઊભી રહેવા લાગી.

કપલનું કહેવું છે કે, લૂલા ખૂબજ શક્તિશાળી છે. જન્મ બાદથી જ તે પોતાના માથાને ટટ્ટાર રાખી શકતી હતી. નોર્મલ બાળકોનું માથુ સરખી રીતે પકડવું પડે છે. લૂલાનાં હાડકાં એટલાં મજબૂત હતાં કે, તેને કોઇના સપોર્ટની જરૂર પડતી નહોતી.

એ જ સમયે લૂલાનાં પેરેન્ટ્સ સમજી ગયાં હતાં કે, તેમની બાળકો અન્ય બાળકો કરતાં અલગ છે. 31 જાન્યુઆરીએ જન્મેલ લૂલા હવે તેના પગ પર પોતાનું વજન ઉપાડી લે છે. આટલી નાની ઉંમરે આમ કરવાવાળી લૂલા પહેલી બાળકી હોઇ શકે છે. પરંતુ રેકોર્ડ માત્ર એ બાળકોના નામે જ નોંધાય છે, જે ચાલવાનું શરૂ કરી દે.

અત્યારે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી નાની ઉંમરે ચાલવાનો રેકોર્ડ રૂબેન રોબિંસનના નામે છે, જે છ મહિનાનો થયો ત્યાં ચાલવા લાગ્યો હતો.

પોતાની દીકરી લૂલાની ખાસિયત વિશે તેનાં પેરેન્ટ્સે કહ્યું કે, કદાચ બંનેને યૂટ્યૂબ પર શક્તિશાળી લોકોના વીડિયો જોવા ગમે છે, એટલે તેમની દીકરીમાં એ અસર જોવા મળે છે. લૂલાનાં પ્રેરેન્ટ્સ તેમની દીકરીને સ્પેશિયલ ચાઇલ્ડ માને છે. તેમનું કહેવું છે કે, જો આ ઉંમરમાં તે આટલી મજબૂત છે તો આગળ જતાં ઘણા રેકોર્ડ તોડી નાખશે.

You cannot copy content of this page