Only Gujarat

Health

ન્હાવાની શરૂઆત કરો એટલે આ નિયમને ચોક્કસ અનુસરો

અમદાવાદ: શિયાળાની ઠંડી શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો શિયાળામાં પણ ઠંડા પાણીથી ન્હાય છે. આયુર્વેદમાં સ્નાન લઈને પણ ચોક્કસ નિયમ છે. આયુર્વેદ મુજબ ન્હાવાની શરૂઆત કરતી વખતે સૌ પહેલાં માથા પર પાણી ન નાંખવું જોઈએ. પહેલાં પગ કે શરીરના અન્ય ભાગ પર પાણી નાંખવું જોઈએ. બાદમાં જ માથા પર પાણી નાંખવું જોઇએ.

જો તમે ન્હાતી વખતે સૌ પ્રથમ માથા પર ઠંડુ પાણી નાંખો તો લોહી પહોંચાડતી અમુક રક્તવાહિનીઓ પર ખરાબ અસર થાય છે, જેના કારણે લોહીનું પરીભ્રમણ ઓછું થાય છે. પરિણામે બ્લડ પ્રેસરના કરાણે બ્રેન સ્ટોક કે હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે.

ઠંડીમાં વધી જાય છે બ્રેન સ્ટોક કે હાર્ટ અટેકનો ખતરો-ડૉક્ટર્સના જણાવ્યા મુજબ ઠંડીમાં શરીરનું બ્લડપ્રેસર વધી જાય છે, જેના કારણે રક્તવાહિનીઓમાં ક્લોટિંગ થવાથી સ્ટ્રોક આવવવાનો ખતરો વધી જાય છે. બ્રેન સ્ટોકનું મુખ્ય કારણ બ્લડ પ્રેસર છે. બ્લેડ પ્રેસર વધી જાય તો મગજની નસો કાંતો ફાટી જાય છે કાંતો એમાં અંતરાય આવે છે .

આ ઉપરાંત શિયાળામાં લોહી ઘટ્ટ થઈ જાય છે અને લોહીની પાતળી નસો સંકોચાય જાય છે, જેથી લોહીનું પ્રેસર વધી જાય છે. વધુ પડતી ઠંકી પડવાથી અથવા ઠંડીમાં રહેવાથી હાઈ બ્લેડ પ્રેસરથી પીડિત લોકોની સ્થિતિ ગંભીર બની શકે છે. આ ઉપરાંત શિયાળામાં લોકો પાણી ઓછું પીવે છે જેના કારણે લોહી ઘટ્ટ થઈ જાય છે અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.

You cannot copy content of this page