ઠંડું કે ગરમ કયુ દૂધ પીવું લાભદાયી? વાંચીને જાતે જ નક્કી કરો કે કયુ દૂધ છે તમારા માટે ફાયદાકારક

અમદાવાદઃ દૂધ આપણા શરીર માટે કેટલું જરૂરી છે, તે આપણે સૌ જાણીએ છીએ. બાળકથી માંડીને વૃદ્ધાવસ્થા સુધીના તમામ વ્યક્તિે દૂધ પીવું જોઇએ. તે કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામીન ડીનો ખૂબ જ સારો સ્ત્રોત છે. જોકે દૂધ ગરમ પીવું જોઇએ કે ઠંડું? તે સવાલ પણ વારંવાર મનમાં આવે છે. કેટલાક લોકો ગરમ દૂધ પીવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો ઠંડુ દૂધ પીવાનું પસંદ કરે છે. આ બંનેમાંથી આપના શરીર માટે ક્યું બેસ્ટ છે. આવો જાણીએ…


દૂધ ઠંડુ અને ગરમ બંને રીતે પીવામાં આવે છે. બંને પ્રકારના દૂધ પીવાના અલગ અલગ ફાયદા છે. દૂધનું સેવન કઇ રીતે કરવાથી તેનો સંપૂર્ણ લાભ લઇ શકાય છે. તે જાણી લઇએ. ગરમ દૂધ પીવાનો ફાયદો એ છે કે તે સરળતાથી પચી જાય છે. જો આપને લેક્ટોઝ ન પચતું હોય તો આપ ઠંડુ દૂધ ન પીઓ કારણ કે તેને પચાવવું આપને માટે મુશ્કેલ બની જાય છે.


જો આપને ઊંઘ ન આવવાની બીમારી હોય તો સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી ઊંઘ આવી જાય છે. દૂઘમાં ટ્રિટ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે, જે સેરોટોનિન અને મેલાટોનિન નામના કેમિકલ પેદા કરે છે. જેનાથી આપને આરામ મળે છે અને સારી ઊંઘ પણ આવે છે.


જો આપ એસિડીટીની સમસ્યાથી પીડિત હો તો ઠંડુ દૂધ જલન અને એસિડીટીની સમસ્યાથી રાહત આપે છે. એક ગ્લાસ ઠંડુ દૂધ પીવાથી એસિડીટીની સમસ્યાથી છૂટકારો મળે છે. ઠંડું દૂધ પીવાથી આપના શરીરમાં પાણીની કમી નથી થતી. સવારના સમયે ઠંડુ દૂધ પીવું સ્વાસ્થ્ય માટે હિતકારી છે પરંતુ જો આપની કફ પ્રકૃતિ હોય તો ઠંડુ દૂધ પીવાનું અવોઇડ કરવું જોઇએ.

ડોક્ટર્સના મત મુજબ વધારે પડતું ઉકળતું દૂધ ના પીવું પરંતુ હુંફાળુ દૂધ પીવું જોઇએ. તેમજ ફ્રીઝ દૂધમાંથી કાઢ્યાં બાદ થોડો સમય રૂમ ટેમ્પરેચરમાં રહેવા દીધા બાદ જ દૂધ પીવું જોઇએ.