વાયેગ્રાના નશામાં યુવકે મચાવ્યો હંગામો, એક પછી એક કપડાં ઉતારતો ગયો અને…

લોકો સેક્સ ટાઈમિંગ વધારવા માટે વાયેગ્રાનો ઉપયોગ કરે છે, જેથી તેમની સેક્સ પાવર વધી જાય, પરંતુ ઘણી વખત વાયેગ્રાના ઓવરડોઝની આડઅસર પણ જોવા મળે છે. આવો જ એક કિસ્સો થાઈલેન્ડના ફુકેટથી આવ્યો છે. જ્યાં વાયગ્રાના ઓવરડોઝે એક વિચિત્ર સ્થિતિ સર્જી હતી. ફૂકેટ એરપોર્ટ પર એક વ્યક્તિએ વધુ પડતી વાયેગ્રા લઈને હંગામો મચાવ્યો હતો.


આ મામલો 4 જાન્યુઆરીનો છે, જ્યારે એક વ્યક્તિ વધુ પડતો વાયેગ્રા લીધા બાદ એરપોર્ટ પર પોતાના બધા કપડા ઉતારીને આમતેમ ફરી રહ્યો હતો. અહીં મામલો શાંત ના થયો, આ વ્યક્તિએ એરપોર્ટ પરિસરમાં જ શોચક્રિયા કરવાનું શરૂ કરી દીધું અને ત્યાં હાજર સ્ટાફ અને અન્ય મુસાફરો તરફ ફેંકવા લાગ્યો.


આ વ્યક્તિ ન્યૂયોર્કમાં રહે છે
અંગ્રેજી વેબસાઈટ ‘ન્યૂયોર્ક પોસ્ટ’ મુજબ એરપોર્ટ પર હંગામો મચાવનારા આ વ્યક્તિનું નામ સ્ટીવ ચો છે. 27વર્ષીય સ્ટીવ અમેરિકાના ન્યૂયોર્કમાં રહે છે. સાઉથ કોરિયાની ફ્લાઈટની રાહ જોતી વખતે સ્ટીવે એરપોર્ટના ડિપાર્ચર હોલમાં જ પોતાના તમામ કપડાં ઉતાર્યા હતા. આ સમય દરમિયાન તેમણે એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો એટલું જ નહીં દુકાનો અને વેપારીઓને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું હતું.


વાયેગ્રાના ઓવરડોઝથી હોબાળો મચ્યો હતો
આ હોબાળા વચ્ચે આખરે એરપોર્ટ સ્ટાફે સ્ટીવને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પૂછપરછ દરમિયાન સ્ટીવે પોલીસને જણાવ્યું હતું કે, તેણે મોટી માત્રામાં વાયેગ્રા લીધું હતું. જેના કારણે તે ભાનમાં નહોતો. ફુકેટ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ વ્યક્તિએ સ્વીકાર્યું છે કે તેણે મોટી માત્રામાં વાયેગ્રા લીધું હતું.’


નુકસાનની ભરપાઈ કરવા તૈયાર યુવક
સ્ટીવે પોતાને થયેલાં નુકસાનના વળતરને ચુકવવાની પણ ખાતરી આપી હતી. ફુકેટ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પરિસ્થિતિને કાબૂમાં લેવા અને કોઈ નુકસાન ના થાય તે માટે સ્ટીવની એરપોર્ટ પોલીસે ધરપકડ કરી હતી.

You cannot copy content of this page