Only Gujarat

Gujarat

ઘરનો પાછલો દરવાજો કેમ ખુલ્લો હતો? પાયલની લાશ કેવી હાલતમાં હતી?

ગુજરાતના એક શોકિંગ બનાવે બધાને હચમચાવી દીધા છે. વલસાડ તાલુકાના રોણવેલ ગામે પરિવારજનોની ગેરહાજરીમાં 19 વર્ષીય પ્રેમિકાનું તેણીના જ ઘરમાં 20 વર્ષીય પ્રેમીએ ક્રુરતાથી ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી હતી. પછી પોતે પણ તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. પોલીસ માટે તપાસનો વિષય એ બન્યો છે કે યુવાન પ્રેમીએ આવું પગલું શા માટે ભર્યું? બીજી તરફ જુવાનજોધ દીકરીના મોતથી પરિવાર પર જાણે દુઃખનો પહાડ જ તૂટી પડ્યો છે અને પરિવારમાં અત્યારે માતમનો માહોલ છે. માતા-પિતાને ઘેરો આઘાત લાગ્યો છે. પરિવારજનો મોબાઈલમાં દીકરી પાયલનો ફોટો જોઈને સતત રડ્યા રાખે છે.

 

શું હતો બનાવ?
પ્રાપ્ત વિગત મુજબ વલસાડ નજીક રોણવેલ ગામમાં રહેતા રાજેશભાઇ પટેલ અને પત્ની રંજનબેનને બે સંતાન છે. જેમાં મોટો છોકરો કેતન અ્ને તેનાથી નાની દીકરી પાયલ ઉ.19 સાથે પરિવારનું ગુજરાન ચલાવે છે. પાયલ સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહેતી હતી. આ દરમિયાન પાયલની મિત્રતા બાજુમાં આવેલા ગામ સરોણના સ્મિત ઉર્ફે ગુડ્ડુ પટેલ નામના એક યુવક સાથે થઈ હતી. બંને વચ્ચે વાતચીત કરતાં કરતાં પ્રેમ પાંગર્યો હતો. પરિવારજનોને પણ આ સંબંધની જાણ હતી. પ્રેમી સ્મિતે પાયલને તેની સાથે લગ્ન કરવાના કોલ પણ આપ્યા હતા.

 

દરમિયાન મંગળવારે પાયલના પરિવારજનો કોઈ પ્રસંગ અર્થે ઘરની બહાર ગયા હતા. પાયલ ઘરે એકલી હતી. આથી પાયલ અને સ્મિત વચ્ચે ફોન પર વાત થઈ હતી. જે બાદમાં પ્રેમી સ્મિત પટેલ પ્રેમિકા પાયલના ગામ રોણવેલ ખાતે આવ્યો હતો. ઘરમાં પાયલ એકલી હોવાથી તે ઘરમાં ગયો હતો, જેની જાણ પાડોશીઓને પણ હતી. આ દરમિયાન પાયલ અને સ્મિત વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થતાં અગમ્ય કારણોસર સ્મિતે પોતાની પ્રેમિકા પાયલની હત્યા કરી નાખી હતી અને ઘરના પાછળના દરવાજેથી ફરાર થઈ ગયો હતો.

પ્રેમી યુવકની બાઇક, મોબાઇલ તળાવની પાળેથી મળ્યા હતા
પ્રેમિકા પાયલની હત્યા કરીને સ્મિત રાત્રે 8 વાગ્યાના સુમારે રોણવેલથી બાઇક લઇને સીધો તેના ગામ નાની સરોણ ચાલી ગયો હતો.પરંતું તે મોડે સુધી ઘરે ન પહોંચતા ઘરવાળા ચિંતિંત હતા. માતા નિલમબેને ફોન કરવા છતાં સ્મિતનો ફોન બંધ આવતો હતો. જેથી ફળિયાવાળા યુવાનોએ શોધખોળ શરૂ કરાતાં તળાવ કિનારે સ્મિતના ચપ્પલ, મોબાઇલ, બાઇક તથા પર્સ મળી આવ્યા હતા .જેથી સ્મિત તળાવામાં ડુબી ગયો હોવાની શંકા ગઇ હતી. છેવટે સોમવારે સવારે તરવૈયાઓએ તળાવમાં ભારે શોધખોળ કરી હતી. પરિણામે સવારે 11.50 વાગ્યે સ્મિતની લાશ મળી આવી હતી. જે અંગે યુવકના પિતાએ કોઇ અગમ્ય કારણસર તળાવના પાણીમાં ડુબી જવાથી પૂત્ર સ્મિતનું મોત થયું હોવાની નોંધ રૂરલ પોલીસ મથકે કરાવી હતી.

બંને પરિવારને પ્રેમ સંબંધની જાણ હતી
19 વર્ષીય પાયલ અને સ્મિત બે વર્ષથી પ્રેમમાં હતા અને તેમના પરિવારને પણ તેની જાણ હતી.પ્રેમી સુનિલ પાયલ સાથે લગ્ન પણ કરવાનો હતો.પ્રેમી પંખીડાનો પરિચય મોબાઇલ ઇન્સ્ટાગ્રામ પરથી થયો હતો.ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ અને પ્રેમ સંબંધ બંધાયા હતા.જો કે સુનિલે પ્રેમિકાની હત્યા કેમ કરી તેનું રહસ્ય હજી અકબંધ રહ્યું છે. લગ્ન કરાવી આપવા માટે બંને પરિવાર રાજી હતા છતાં આ ઘટના બની છે.

દરવાજો ખુલ્લો, લાઇટ બંધ મોબાઇલ તૂટેલો મળ્યો
સ્મિત પટેલ પાછળના દરવાજેથી તે પાયલના રૂમમાં ગયો હોવાનું જાણવા મળ્યું હતું.ફળિયાના લોકો ભેગા થયા અને ઘરના પાછળનો દરવાજો ખુલ્લી હાલતમાં હતો અ્ને ઘરમાં લાઇટ બંધ હતી,જેથી લાઇટ ચાલૂ કરી જોતાં પાયલ પલંગ ઉપર સુતેલી તથા આંખો અડધી ખુલ્લી હતી,ગળા પર કાળા રંગના નિશાન હતા,તેણીને ઉઠાવવાની કોશિશ પણ કરી પરંતું કોઇ હિલચાલ ન હતી.પલંગ નીચે પેશાબ પણ જોવા મળ્યો હતો.પાયલનો મોબાઇલ પણ તૂટેલી હાલતમાં મળ્યો હતો.

પાયલ ઘરમાં એકલી હતી અને ફોન પર વાત કરતી હતી
પિતા રાજેશ ભાઇ વલસાડથી રોણવેલ ઘરે પહોંચીને જોતાં ફળિયાના રેખાબેનને જણાવ્યું હતું કે,સાંજે 6.30 વાગ્યે પાયલ ઘરમાં એકલી હતી અને ફોન ઉપર વાત કરતી હતી.ત્યારબાદ આશરે 7.30 વાગ્યે હનીબેન ગણેશભાઇ મારી પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે,સ્મિત ઉર્ફ ગુડ્ડુ કોળી પટેલ લાલ રંગની બાઇક લઇને આવ્યો હતો અને પાયલ ક્યાં છે તેવું પુછતો હતો.જેથી રેખાબેન અને હનીબેને પાયલને બોલાવવા ગયા અને તેણીના રૂમમાં જવા દરવાજો ખોલતા તે બંધ હતો જેથી પાયલ દરવાજો ખોલ તેવી બુમ પાડી છતાં અંદરની કોઇ જવાબ મળ્યો ન હતો.

પાયલને ઇન્સ્ટાગ્રામ મારફત સ્મિત સાથે મિત્રતા થઇ હતી
આ મૃતક યુવતીના પિતા રાજેશભાઇએ જણાવ્યું હતું કે પાયલ ધો.12માં નાપાસ થયા બાદ છેલ્લા બે વર્ષથી ઘરમાં રહેતી હતી.પાયલ મોબાઇલથી ઇન્સ્ટાગ્રામ મારફતે ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતાં નાની સરોણગામના સ્મિત ઉર્ફ ગુડ્ડુ હિતેશભાઇ કોળી પટેલ સાથે મિત્રતા થઇ હતી,તેમજ તેની સાથે પ્રેમસંબધ હોવાથી પાયલ અવરનવર ફોન પર તેની સાથે વાતચીત કરતી હતી.સ્મિત ઉર્ફ ગુડ્ડુ મારી છોકરી પાયલ સાથે લગ્ન કરવા પણ જણાવ્યું હતું.કોઇ અગમ્ય કારણસર સ્મિતે પૂત્રી પાયલને ગળેટુપો દઇને મોતને ઘાટ ઉતારી ભાગી ગયો હતો.

આ કેસમાં બંન્નેના મોત થયા છે જેથી કેસની ડીસમરી કરાશે
જ્યારે પોલીસે જણાવ્યું હતું કે રોણવેલની યુવતીની હત્યા અને યુવકનો આપઘાતના કેસમાં બંન્નેના મોત થયા છે.પીએમની કાર્યવાહી કરવામાં આવી છે.યુવતીના પિતા અને યુવકની આત્મહત્યાની એડી નોંધવામાં આવી છે. આ કેસમાં બંને પરિવારના નિવેદન લઇને કેસની ડીસમરી કરવાની કામગીરી કરાશે.

ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ પાંગર્યો
યુવતીનો પરિવાર લગ્નમાં ગયો હતો, ફોન ઉપર વાત થયા બાદ પ્રેમી પ્રેમિકાના ઘરે પહોંચ્યો જ્યાં કોઇક મુદ્દે ઝઘડો થયો હતો. 2 વર્ષના પ્રેમનો કરૂણ અંજામ| પ્રેમસબંધની બંને પરિવારને જાણ હતી, ટૂંક સમયમાં જ બંનેના લગ્ન થવાના હતા.

You cannot copy content of this page