Only Gujarat

International

ગુરુ-શિષ્યના સંબંધને કલંક લગાવતો કિસ્સો: ટીચરે સ્ટુડન્ટ સાથે સંબંધો બાંધ્યા, ગર્ભવતી થઈ ગઈ

તમે સાંભળ્યું હશે કે એક ટીચર તેના સ્ટુડન્ટનું ભવિષ્ય બનાવવામાં સૌથી મોટું યોગદાન આપે છે. ગુરૂ અને શિષ્યનો સંબંધ ખૂબ ખાસ હોય છે. સ્ટુડન્ટ પણ ગુરુને માતા-પિતા સમાન માન-સન્માન આપે છે. પણ હાલમાં એક એવો કિસ્સો આવ્યો હતો જેણે બધાને વિચલિત કરી દીધા હતા. ગુરુ-શિષ્ય વચ્ચેના નિસ્વાર્થ સંબંધને કલંક લગાડતો એક હચમચાવતો બનાવ બન્યો છે.

આ શોકિંગ અને અજીબોગરીબ કિસ્સો અમેરિકામાં બન્યો હતો. ફ્લોરિડામાં રહેતી 41 વર્ષની હેરી ક્લેવી નામની ટીચરે એક ધૃણાસ્પદ કામ કર્યું હતું. આ હેરી ક્લેવી નામની ટીચર પર આરોપ છે કે તેણે 15 વર્ષના સ્ટુડન્ટ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. એટલું જ નહીં તેનાથી પણ ચોંકાવનારી વાત તો એ છે કે સ્ટુડન્ટ સાથેના સંબંધીથી ટીચર પ્રેગ્નેન્ટ પણ થઈ ગઈ હતી. હાલ તે 8 મહિનાની ગર્ભવતી છે. પોલીસે મામલો બહાર આવ્યા બાદ ટીચરની ધરપકડ કરી લીધી છે અને તપાસ હાલ ચાલુ છે.

સગીરના યૌન શોષણ ઉપરાંત સ્કૂલમાં બંદૂલ લાવવાનો પણ આરોપ
41 વર્ષની મહિલા ટીચર હેરી ક્લેવી પર સગીર સ્ટુડન્ટ સાથે સંબંધ ઉપરાંત સ્કૂલમાં બંદૂક લાવવાનો પણ આરોપ છે. મિયામી ડેડ કાઉન્ટી પબ્લિક સ્કૂલની આ ટીચરની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પોલીસે બાળકોની સુરક્ષાને નજરઅંદાજ કરવી, સ્કૂલમાં બંદૂક લાવવી અને સગીરનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.

સ્ટુડન્ટે ટીચરનો પક્ષ લીધો, રેપનો ઈનકાર કર્યો
બીજી તરફ આ મામલમાં પોલીસ ત્યારે ચોંકી ગઈ હતી જ્યારે પીડિત સગીર સ્ટુડન્ટે તેના ટીચર સામે કેસ કરવા તૈયાર થયો નહોતો. સગીર પોલીસની તપાસમાં સહયોગ પણ નહોતો કરતો. સગીરનું કહેવું છે કે તે પીડિત નથી અને ટીચરે તેનો રેપ કર્યો નથી. બીજી તરફ ફ્લોરિડા પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સગીર ભલે ટીચર સામે કેસની ના પાડે પણ ફ્લોરિડામાં સગીર સાથે સંબંધ બનાવવાની મંજૂરી નથી.

8 મહિનાની પ્રેગ્નેન્ટ છે ટીચર
સ્ટુડન્ટના સ્કૂલના દોસ્તોએ પોલીસને જણાવ્યું હતું કે તેમણે સ્ટુડન્ટના ફોનમાં ટીચર અને સગીરના અશ્લીલ વીડિયો અને ફોટો પણ જોયા હતા. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે ટીચર 8 મહિનાની પ્રેગ્નેન્ટ છે, જોકે એ વાતની પાક્કી જાણકારી નથી કે તે બાળક કોનું છે.

સ્કૂલમાંથી કાઢી મૂકાશે
બીજી તરફ મિયામી ડેડ કાઉન્ટી પબ્લિક સ્કૂલના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટીચરને સ્કૂલમાંથી કાઢી મૂકવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ટીચર ડિસ્ટ્રીક્ટની બીજી સ્કૂલોમાં પણ ભણાવી શકશે નહીં. મહિલા ટીચર હાલ જેલમાં છે અને તે 14 લાખ રૂપિયા બોન્ડ ભર્યા બાદ જ જામીન પર છૂટી શકશે.

You cannot copy content of this page