Only Gujarat

Gujarat

ઘરમાં એસિડનો ઉપયોગ કરતાં પહેલાં આ વાંચી લો, આટલું ધ્યાન રાખશો તો પસ્તાવું નહીં પડે

જો તમાર ઘરની મહિલાઓ બાથરુમ-ટોયલેટ સાફ કરવા માટે પ્લાસ્ટિકની બોટલમાં મળતા પીળા કલરના એસિડનો ઉપયોગ કરી રહી હોય તો સાવધાન થઈ જજો. કારણ કે આવું એસિડ તેમનો જીવ પણ લઈ શકે છે. જી હાં. આવા એસિડની અસર કેટલી ખતરનાક હોય છે તેનો ખ્યાલ અમદાવાદના CTMના આશાનગરમાં બનેલી એક ઘટના પરથી આવે છે. એક વૃદ્ધાને બાથરૂમ સાફ કરતી વખતે એસિડની અસર થતાં ગણતરીના દિવસોમાં જ તેનું મૃત્યુ થયુ હતું.

આ બનાવની વિગત એવી છે કે, સીટીએમ વિસ્તારમાં આવેલી આશાનગર સોસાયટીમાં 63 વર્ષીય દેવેન્દ્રાબેન મિસ્ત્રી પરિવાર સાથે રહેતા હતા. દેવેન્દ્રાબેન પાંચ દિવસ પહેલા પોતાના ઘરે બાથરૂમ સાફ કરવા માટે તેમણે એસિડ છાટ્યું હતું. એસિડના ગેસની અસરથી તેમનો શ્વાસ રુંધાવાનો શરૂ થઇ ગયો હતો. બાદમાં તેઓ બેભાન થઈ જતા સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

મહિલાઓ માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે કે જેઓ બાથરૂમ અને ટોઈલેટ સાફ કરતી વખતે એસિડનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે. એટલું જ નહીં મોટાભાગની મહિલાઓ તે સમયે મોઢે રૂમાલ પણ બાંધતી નથી. આ પ્રકારની બેદરકારી તેમના માટે જીવલેણ બની શકે છે.

ટોયલેટ-બાથરુમ સાફ કરવા માટે વપરાતું એસિડ ખતરનાક કેમિકલ હોય છે. તેના વેચાણ માટે લાયન્સ લેવુ જરૂરી છે અને વેપારીએ એસિડનું વેચાણ કોને કર્યુ છે તેની નોંધ પણ કરવી પડે છે. પરંતુ આ નિયમનું પાલન થતુ નથી. ફેરિયાઓ અને લારીવાળાઓ પણ હાઇડ્રોક્લોરિક એસિડનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે અને ખૂબ સરળતાથી મળી રહ્યું છે. પરંતુ આવા એસિડથી સાફ કરેલું ટોઈલેટ સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકે છે.

 

You cannot copy content of this page