હોંશે હોંશે દીકરાને પરણાવ્યો હતો ને વહુએ માત્ર એક જ મહિનામાં જ બતાવ્યો પોતાનો પરચો…

હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક દુલ્હન લાખોના ઘરેણા, રોકડા તથા ત્રણ મોબાઈલ લઈને ભાગી ગઈ હતી. તેણે લગ્ન બાદ સાસરિયાઓને બેહોશીની દવા મેળવીને જમવાનું આપ્યું હતું. જ્યારે ઘરના લોકોની આંખો ખુલી ત્યારે ઘરમાં ના તો ઘરેણાં હતા અને ના તો દુલ્હન. પરિવાર ઘડીના છઠ્ઠા ભાગમાં આખી બાબત સમજી ગયો હતો. તેમણે તરત જ પોલીસને આ અંગે જાણ કરી હતી.

જિલ્લાના હાથરસ જંક્શન વિસ્તારના નગલા ઝંડૂ લાડપુરમાં રહેતા અજયના દીકરા રાજેન્દ્રના લગ્ન એક માસ પહેલાં લાડપુરમાં જ રહેતી ભાવના સાથે થયા હતા. એક મહિના સુધી બધું જ ઠીકઠાક ચાલ્યું હતું. પરિવારને એકવાર પણ એ વાતનો અહેસાસ ના થયો કે ઘરની વહુ આ રીતે બધાને ઉલ્લુ બનાવીને ભાગી જશે.

ભોજનમાં બેહોશીની દવા મિક્સ કરી દીધીઃ મહિના બાદ એક વાર મોડી રાત્રે ભાવનાએ ઘરના સભ્યોને જમવાનું આપતા પહેલાં બેહોશીની દવા ભેળવી દીધી હતી. ત્યારબાદ પરિવાર ઘેરી ઊંઘમાં સરી પડ્યો હતો.

પરિવાર બેભાન થતાં જ ભાવનાએ પોતાનો અસલી રંગ બતાવ્યો અને કિંમતી સામાન લઈને ભાગી ગઈ હતી. જ્યારે પરિવારની ઊંઘ ઊડી ત્યારે તેમને જોરદાર આંચકો લાગ્યો હતો. એક લાખ રોકડા, સોનાના ઘરેણા તથા ત્રણ મોબાઈલ ગાયબ હતા.

દુલ્હન પર જ શંકા ગઈઃ દુલ્હન ભાવના ઘરે ના હોવાથી પરિવારને તેની પર જ શંકા ગઈ હતી. જ્યારે આખો પરિવાર ભાવનાના ઘરે એટલે કે વેવાઈ-વેવાણના ઘરે ગયો ત્યારે ત્યાં તાળું મારેલું હતું. ભાવનાના માતા-પિતા ઘરનો તમામ સામાન લઈને રફુચક્કર થઈ ચૂક્યા હતા. પછી ભાવનાના સાસરિયાને લાગ્યું કે તેમની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.

પોલીસે કહ્યું હતું કે કેસની તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. પીડિત પરિવારે તમામ વિગતો આપી છે. જોકે, હજી સુધી પોલીસને તપાસમાં કંઈ જ મળ્યું નથી.

You cannot copy content of this page