Only Gujarat

Bollywood FEATURED

રીલમાં સાસુ-જમાઈ ને મા-દીકરો પણ રિયલ લાઈફમાં એક સમયે કરતાં હતાં એકબીજાને પ્રેમ

મુંબઈઃ ઘણાં કલાકારો એવા રહ્યા છે જેણે પડદા પર ભાઈ બહેનની ભૂમિકા નિભાવી અને પ્રસિદ્ધ થયા, પરંતુ રિયલ લાઈફમાં તેમણે લગ્ન કર્યા. કેટલાક એક્ટર્સ તો એવા પણ છે કે જેમણે પોતાના ઑનસ્ક્રીન પેરેન્ટ્સને ડેટ કર્યા છે. કેટલાકે તો પોતાના ઑનસ્ક્રીન માતા સાથે લગ્ન કર્યો તો કેટલાકનું નામ ઑનસ્ક્રીન સાસુ સાથે જોડાયું. આવો જોઈએ કોના કોના નામ તેમાં સામેલ છે.

એકતા કપૂરના શો ‘બડે અચ્છે લગતે હૈ’માં માતા અને દીકરાના રૂપમાં રામ કપૂર અને ઈશા ગ્રોવર નજર આવ્યા હતા. રિયલ લાઈફમાં બંનેના અફેરની ચર્ચા હતી. જો કે બંનેએ એકબીજાને ડેટ કરવાની વાતને ખોટી ગણાવી હતા.

સિદ્ધાર્થ શુક્લા પણ પોતાના ઑનસ્ક્રીન સાસુ સ્મિતા બંસલને ડેટ કરી ચૂક્યો છે. બંને ‘બાલિકા વધૂ’માં સાસુ અને જમાઈ બન્યા હતા.

સુપરહિટ ફિલ્મ ‘મધર ઈન્ડિયા’માં સુનીલ દત્ત અને નરગિસ માતા-દીકરો હતો. રિયલ લાઈફમાં બંનેએ લગ્ન કર્યા હતા.

અંકિત ગેરા પણ પોતાના ઑનસ્ક્રીન માતા મોનિકા સિંહને ડેટ કરી ચૂક્યો છે. અંકિત અને મોનિકાએ ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’માં દીકરા અને માતાની ભૂમિકા ભજવી હતી.

ટીવી સીરિયલ ‘માયાવી મલંગ’માં અપર્ણા કુમાર એક્ટર હર્ષદ અરોરાની માતા બની હતી. રિયલ લાઈફમાં બંનેના ડેટ કરવાની ઘણી ચર્ચા હતા.

ટીવી સીરિયલ ‘બુનિયાદ’માં નીના ગુપ્તા આલોક નાથની વહૂના કિરદારમાં નજર આવી હતી. પડદાની આ સસરા વહૂની જોડીના અફેરની ખૂબ જ ચર્ચામાં રહી હતી. ઉંમરના તફાવત છતાં બંનેના ડેટ કરવાના મીડિયા રિપોર્ટ્સ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

You cannot copy content of this page