Only Gujarat

Gujarat

સૌરાષ્ટ્રમાં ટ્રક અને કારના અકસ્માતમાં ડ્રાઈવરનું સીટ પર જ નિપજ્યું મોત

મોરબી: રાજ્યમાં દરરોજ અનેક રોડ અકસ્માત થાય છે. મોરબી જિલ્લામાં આજે થયેલા એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ચાલકનું કારમાં જ મૃત્યું નિપજ્યું હતું. હકીકતમાં કાર ટ્રકની પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી.


મળતી માહિતી પ્રમાણે મોરબીના રોહીશાળા નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અહીં એક કાર ટ્રકની પાછળ ઘૂસી જતા તેના ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યું નિપજ્યું હતું.


હકીકતમાં કારના ડ્રાઇવરે એક ટ્રકની પાછળ કાર ઘૂસાડી દીધી હતી. અકસ્માત બાદ ડ્રાઇવરનો મૃતદેહ અંદર જ ફસાયો હતો. તેને બહાર કાઢવા માટે મશીનની મદદ લેવામાં આવી હતી.


એવી માહિતી મળી છે કે મૃતક યુવક હળવદ તાલુકાના દેવળીયા ગામનો રહેવાશી છે. અકસ્માતની જાણ થયા બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ થયા બાદ 108ની ટીમ પણ દોડી આવી હતી.


બનાવ બાદ આસપાસના લોકોએ કારની અંદર જ ફસાયેલા મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સફળતા ન મળતા હાઇડ્રોલિક મશીનની મદદ લેવામાં આવી હતી. અકસ્માતનો ભોગ બનેલી કાર સુરત આરટીઓમાં રજીસ્ટર થયેલી છે. કારનો નંબર GJ05JK 2970 છે. અકસ્માત બાદ કારના તમામ કાચ તૂટી ગયા હતા.


ટક્કર એટલી જોરદાર હતી કે કારનો અડધો ભાગ ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગયો હતો. જે બાદમાં ડ્રાઇવર સીટ પર બેઠેલા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું.

You cannot copy content of this page