Only Gujarat

Business

આ નાનકડાં અમથા છોડને ના સમજો મામૂલી, કિંમત સાંભળીને આંખો ચોક્કસથી થશે પહોળી!

વેલિંગ્ટનઃ કેટલાક લોકો મોંઘી કારના શોખીન હોય છે તો કેટલાક લોકો ગેજેટમાં પૈસા ખર્ચ કરે છે પરંતુ શું આપે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઇએ માત્ર છોડ માટે લાખો રૂપિયા ખર્ચ્યા હોય? ન્યૂઝીલેન્ડના એક વ્યક્તિએ માત્ર એક છોડ માટે હજારોમાં નહીં પરંતુ લાખો ખર્ચ કર્યો. તેમણે એક દુર્લભ પ્રજાતિના છોડ માટે 4 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા. કયો છે આ છોડ? અને શું છે તેની ખાસિયત?

આ છોડ ખૂબ જ દુર્લભ છે તેમજ ખૂબ નાજૂક પણ છે. તેની વિશેષતા એ છે કે આ છોડના પાન, પીળા, સફેદ, રીંગણી અને ગુબાલી પણ હોય છે. જો કે તેમના પાનમાં ક્લોરોફિલ નથી આવતું. ઉજ્જડ ધરતીને હરિયાળી કરતા અને વૃક્ષની સંપદાથી ધરતીની શોભા વધારતા લોકો વિશે આપે ઘણી વખત સાંભળ્યું હશે. આજે જે વ્યક્તિની વાત કરીશું, તેમણે માત્ર એક છોડ માટે 4 લાખ રૂપિયા ખર્ચ કરી દીધા. છોડને પ્રેમ કરતો શખ્સ હાલ ખૂબ જ ચર્ચામાં છે.

આ ઘટના ન્યૂઝીલેન્ડની છે. અહીં એક વ્યક્તિએ રફીદોફોરા (Rhaphidophora) નામના પ્લાન્ટ માટે લાખો રૂપિયા ખર્ચ કરીને રેકોર્ડ બનાવ્યો છે. આ છોડ ખૂબ જ દુર્લભ પ્રજાતિમાં સામેલ છે. આ છોડ ખૂબ જ નાજૂક પણ હોય છે. આ છોડની ખાસિયત એ છે કે તેમના પાન પીળા, સેફદ, રીંગણી અને ગુબાલી પણ હોય છે. જો કે તેમના પાનમાં ક્લોરોફિલ નથી હોતું.

જો કે આ છોડની સામાન્ય વાત એ છે કે ઘરમાં છોડને વિકસિત કરવા માટે ખૂબ જ સારસંભાળ લેવી પડે છે. જો આ છોડની ખાસ કાળજી ન લેવામાં આવે તો તેના પાનનો કુદરતી રંગ ઉડી જાય છે. આ છોડનું વૈજ્ઞાનિક નામ મિની મોનેસ્ટરા છે.


આરેગનની પિસ્ટિલ્સ નર્સરીમાં માર્કટિંગ અને ઇ-કોમર્સના નિર્દેશત જે.સી. વાલ્ડમેને જણાવ્યું કે. આ એક છોડમાં માત્ર એક જ પાન ઉગે છે. આ છોડના પાન સામાન્ય છોડના પાનથી અલગ દેખાય છે અને તેમાં ક્લોરોફિલ નથી હોતું.

ન્યૂયોર્ક પોસ્ટે ટ્રે઼ડ મીનો હવાલો દેતા કહ્યું કે મેના અંતમાં અને જૂનની શરૂઆતની વચ્ચેના સમયમાં મીની મોનેસ્ટરરાની ઓનલાઇન ખરીદી માટે 33 હજાર લોકોએ સર્ચ કર્યું.

You cannot copy content of this page