150 વીઘામાં ફેલાયેલું છે ક્રિકેટર શમીનું આ સુંદર ફાર્મહાઉસ, અંદરનો નજારો આંખને આપશે ટાઢક

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પર્સનલ લાઈફને એક મોટા સમાચાર સામે આવ્યા હતાં. કોલકાતાની કોર્ટે ટીમ ઈન્ડિયાના બોલર મોહમ્મદ શમીથી અલગ રહેતી તેની પત્ની હસીન જહાંને 1 લાખ 30 હજાર રૂપિયા મહિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 1 લાખ 30 હજાર રૂપિયામાંથી 50,000 રૂપિયા હસીન જહાં માટે વ્યક્તિગત ભરણપોષણ હશે જ્યારે તેની સાથે રહેતી તેમની પુત્રીના ભરણપોષણ માટે રૂ.80,000નો ખર્ચ કરવામાં આવશે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર્સમાંથી એક એવા મોહમ્મદ શમી પોતાની શાનદાર બોલિંગને કારણે લોકપ્રિય છે. તે આઈપીએલમાં પણ સતત રમતો રહે છે. અન્ય સ્ટાર ક્રિકેટર્સની જેમ મોહમ્મદ શમી પણ કરોડોની સંપત્તિ ધરાવે છે. મોહમ્મદ શમી પાસે એક વૈભવી ફાર્મહાઉસ પણ છે, આજે અમે તમારી સમક્ષ તે વૈભવી ફાર્મહાઉસની અમુક તસવીરો રજૂ કરી રહ્યાં છે. આ ફાર્મહાઉસ પર જ શમી પત્ની હસીન જહાં અને દીકરી સાથે રહેતો હતો. જોકે વિવાદ બાદથી હસીન જહાં દીકરી સાથે અલગ રહે છે.

મોહમ્મદ શમી મોટાભાગે પોતાના આ ફાર્મહાઉસનો ઉપયોગ એકાંત અને શાંતિનો સમય પસાર કરવા માટે કરતો હોય છે. જ્યારે પણ સમય મળે ત્યારે શમી પોતાના ફાર્મહાઉસ પર પહોંચી જાય છે, જેને તેણે કસ્ટમાઈઝ કરી ડિઝાઈન કરાવ્યું છે.

મોહમ્મદ શમીએ ઉત્તર પ્રદેશના અમરોહા હિલના અલીનગર ક્ષેત્રમાં શાનદાર ફાર્મહાઉસ બનાવડાવ્યું છે. 150 વીઘામાં બનેલા આ ફાર્મહાઉસની કિંમત 12 થી 15 કરોડ હોવાનું મનાય છે. આ ફાર્મહાઉસમાં તમામ પ્રકારની સુવિધાઓ છે, આ ઉપરાંત તે હાઈવેની નજીક આવેલો હોવાથી તેની કિંમત ઘણી વધી ગઈ છે.

શમીએ આ ફાર્મહાઉસનું નામ ‘હસીન’ રાખ્યું છે. ફાર્મહાઉસ બનાવવાનો નિર્ણય શમીએ ઘણા સમય બાદ લીધો હતો, તે પહેલા તેણે 2015માં આ જમીનનું રજીસ્ટ્રેશન પોતાના ગામમાં કરાવડાવ્યું હતું. જે પછી તેણે અહીં ફાર્મહાઉસ બનાવવાનો નિર્ણય કર્યો અને તેને પત્ની હસીન જહાંનું નામ આપ્યું હતું.

નવરાશની પળોમાં સમય પસાર કરવાની સાથે શમી અહીં પોતાની બોલિંગ પ્રેક્ટિસ અને અન્ય કસરતો પણ કરતો રહે છે. આ માટે શમીએ ફાર્મહાઉસમાં પ્રેક્ટિસ નેટ અને ઘણી પિચ બનાવડાવી રાખી છે. જ્યાં તે પોતે ગેમ પ્રેક્ટિસ કરે છે. ગત વર્ષે લૉકડાઉન સમયે અહીં જ બોલિંગ પ્રેક્ટિસ અને વર્કઆઉટ કરતો હોવાના વીડિયો શમીએ જ શેર કર્યા હતા.

આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના અન્ય જાણીતા ચેહરા જેમકે, સુરેશ રૈના, ભુવનેશ્વર કુમાર અને અન્ય ક્રિકેટર્સ પણ ગત વર્ષે મોહમ્મદ શમીના ફાર્મહાઉસ પર પ્રેક્ટિસ કરવા પહોંચ્યા હતા. આ ફાર્મહાઉસના ઘરનું ઈન્ટિરિયર પણ ઘણું વૈભવી છે. અહીં શમીએ તમામ પ્રકારની સુખ સુવિધાની વ્યવસ્થા કરી રાખી છે.