Only Gujarat

National

હસીને કહ્યું-‘પ્રશંસા ના કરો કે હોશમાં ના રહું,’ યુઝર્સે પોર્ન ફિલ્મ્સમાં કામ કરવાની આપી સલાહ

મુંબઈઃ હસીન જહાં ફરી એકવાર ચર્ચામાં છે. તે પોતાની બોલ્ડ તસવીર કે વીડિયો થકી લાઈમલાઈટમાં રહેવાનો પ્રયાસ કરતી રહે છે. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની વધુ એક બોલ્ડ તસવીર શેર કરી છે. જેમાં તે હાઈ હીલ અને ઓરેન્જ ડ્રેસ સાથે ફોટોશૂટ કરાવી રહી હોય.

આ તસવીરને કારણે અમુક લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી, તો અમુક લોકોએ તેને ઉંમર થઈ ગઈ હોવાનું કહી ટીકા કરી હતી. અમુક લોકોએ તો તેને વારંવાર બોલ્ડ તસવીરો શેર કરવાના કારણે પોર્ન ફિલ્મમાં કામ કરવાની સલાહ આપી. તેની નવી તસવીર પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે. તે પોતાની હોટ તસવીરો થકી ફેન ફોલોઈંગ વઘારી રહી છે. શમી સાથેના વિવાદથી લાઈમલાઈટમાં આવ્યા બાદથી હસની જહાં સતત ચર્ચામાં રહેવાનું પસંદ કરે છે. આ માટે તે બોલ્ડ તસવીરોની મદદ લઈ રહી છે.

હસીનની ઘણી તસવીરો વિવાદાસ્પદ રહે છે અને તેને ટ્રોલ પણ કરવામા આવે છે. તેણે તસવીર શેર કરતા લખ્યું કે,‘એટલી પ્રશંસા ના કરો કે હોશમાં ના રહું.’ એક ભોજપુરી યુઝરે કોમેન્ટ કરી કે,‘જાન લેબુ કા’ જ્યારે અમુક યુઝરે હસની જહાંને તેની ઉંમર યાદ કરી લેવા પણ કહ્યું.

હસીન જહાં એક મોડલ અને એક્ટ્રેસ પણ છે. તે આઈપીએલમાં ચિયર લીડર પણ રહી ચૂકી છે. આ દરમિયાન તેની મુલાકાત મોહમ્મદ શમી સાથે થઈ. બંનેએ લગ્ન કર્યા પરંતુ 2018માં હસીન જહાંએ શમી પર ડોમેસ્ટિક વાયોલેન્સ અને બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો હતો.

આ વિવાદના કારણે જ હસની જહાં લાઈમલાઈટમાં આવી હતી અને તે પછીથી સતત ચર્ચામાં રહેવાનું પસંદ કરે છે.

You cannot copy content of this page