Only Gujarat

Bollywood

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો નવો કીર્તિમાન, પૂરા કર્યા 3000 એપિસોડ, જાણીને થશે આનંદ

મુંબઈઃ ટીઆરપી મામલે હંમેશા ટોપ-10માં સ્થાન મેળવનાર ટીવી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના 3000 એપિસોડ પૂર્ણ થઈ ચૂક્યા છે. શોના ડિરેક્ટર માલવ રાજદાએ આ ન્યૂઝ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી.

માલવે રેનોવેટ થયેલી ગોકુલધામ સોસાયટીની ડેકોરેશનવાળી તસવીર શેર કરી હતી. જેમાં ફૂલો પર લખેલું હતું,‘3000 Happysodes’.જોકે મેકર્સનો આગામી ટાર્ગેટ 5 હજાર એપિસોડ પૂર્ણ કરવાનો છે. માલવે આ તસવીર સાથે લખ્યું કે,‘આ શો સાથે જોડાવવા પર મને આનંદ અને ગર્વ થઈ રહ્યો છે. આ એક અદ્ભુત યાત્રા છે.’

માલવે તસવીરોના કેપ્શનમાં લખ્યું કે, આગામી ટાર્ગેટ 5000 હેપ્પીસોડ્સ પૂર્ણ કરવાનો છે. માલવે એપિસોડ્સના સ્થાને હેપ્પીસોડ્સ શબ્દનો ઉપયોગ કર્યો જે આ શોના કોમેડી અને આનંદવાળા મિજાજને દર્શાવે છે, જેને ફેમિલી સાથે આરામથી જોવામાં આવે છે.

અંજલી મેહતા તરીકે આ શોમાં તાજેતરમાં જોડાયેલી સુનાયા ફૌઝદારે તસવીર પર કોમેન્ટ કરી હતી. તેણે સ્મિતવાળી ઈમોજી શેર કરી હતી. જ્યારે શોમાં ગોગીનો રોલ કરતા સમય શાહે એક ખાસ કવિતા લખી છે. તેણે લખ્યું છે કે,‘3000 એપિસોડ્સ ઓછા નથી, થોડી મહેનત અશક્ય નથી. તમારો વહાલ અમારી પ્રત્યે ઓછો થાય એવું શક્ય નથી.’

 

You cannot copy content of this page